________________
પ્રવચન-૨૮]
L[ ૧૫૯ શલ્ય જ એને બેસવા દેતું નથી. લાડવા બનાવવા હોય તો એકલા લોટના બને કે સાથે ઘી અને ગોળ પણ જોઈએ ! તેમ આમાં પણ બધું સમજવું પડશે.
આત્મા એકલો વીર્યનો પિંડ છે, જ્ઞાનનો ગંજ છે–પુંજ છે, જેમાંથી અનંત કેવળજ્ઞાન ચાલ્યા આવે છે. આત્મા એટલે અનંત આનંદ કે જેમાંથી અનંત આનંદ ચાલ્યો આવે છે. એવો જે ધ્રુવ છે તે પરિણમન રહિત છે.
દ્રવ્યાર્થિકનય એટલે જે જ્ઞાનને જોવાનું પ્રયોજન ધ્રુવનું છે, જે જ્ઞાનની પર્યાય ધ્રુવને જોવા માગે છે તે ધ્રુવમાં પરિણમન નથી. આ આત્મા અનંત ગુણથી કેળવાયેલો પિંડલો છે. તેમાં તેની નિર્મળ અવસ્થાનું પરિણમન પણ વસ્તુમાં નથી. ક્ષાયિક સમકિતની પર્યાય, યથાખ્યાતચારિત્રની પર્યાય, કેવળજ્ઞાન એ કોઈ પર્યાય વસ્તુમાં નથી. સંસાર પર્યાયનો વ્યય અને કેવળજ્ઞાનનો ઉત્પાદુ ધ્રુવમાં નથી. પર્યાય તો વ્યવહાર છે.
આહાહા....! જિનવરદેવોએ અનાદિ-અનંત ધ્રુવ વસ્તુને દેહમાં રહ્યાં છતાં દેહથી રહિત જોઈ લીધી છે. ધ્રુવને જોઈ લીધો છે હો ! એક સમયમાં આખા દ્રવ્યને ભગવાને જોઈ લીધો છે. વ્યવહારના પક્ષવાળા એમ કહે છે કે ભગવાને જોઈ તો પર્યાયને ! વ્યવહાર કામ કર્યું ને! વ્યવહારથી નિશ્ચય પમાય છે ને !..અરે ભાઈ ! તું શું કહે છે ! દ્રવ્યની | દૃષ્ટિ થઈ તેમાં ખરેખર તો દ્રવ્યથી દ્રવ્ય પમાય છે એવો ન્યાય નીકળે છે.
ધ્રુવ સત્ ચિદાચંદ પ્રભુ આત્મા સિદ્ધસ્વરૂપ છે. પર્યાયમાં સિદ્ધ થાય એટલી વાર છે. વસ્તુ તો સિદ્ધસ્વરૂપ જ છે. અનાદિ-અનંત દ્રવ્ય તો સિદ્ધ જ છે. પરમાત્મા જ છે. એવા અનંતા પરમાત્મા બિરાજે છે.
મોક્ષ થાય ત્યારે પરમાત્મા દેખાય, દેહરહિત થાય ત્યારે દેહરહિત આત્મા જણાય એમ નથી. ઉગ્ર નિર્વિકલ્પ સમાધિ વડે અહીં જ દેહમાં રહ્યા છતાં આત્મા જાણી લીધો છે. જોઈ લીધો છે, ખરેખર તો આત્મા દેહના સંબંધથી રહિત છે છતાં જૂઠી નયે દેહના સંબંધમાં રહ્યો છે તે વખતે પણ વીતરાગ શાંતિ દ્વારા ધ્રુવને જોઈ લીધો છે.
આહાહા...ગજબ વાત છે ને ! આત્મા પરિણમન વગરનો છે. ત્રિકાળ એવો ને 9 એવો ધ્રુવ આત્મા તું પોતે છો તેનો તું વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે અનુભવ કર !
જુઓ ! શિષ્યને પણ ગુરુ આવો અનુભવ કરવાનું કહે છે. ભગવાન ! પણ અમે તો પંચમ આરામાં જન્મ્યા છીએ ને ! હરિહરો જે ન કરી શક્યા એવું તદ્ભવ મોક્ષગામીને યોગ્ય કાર્ય તમે અમને કરવાનું કહો છો? ગુરુ કહે છે કે એ બધી વાત તું રહેવા દે, કામ કરવા માંડ.