________________
પ્રવચન-૨૪ /
[ ૧૨૯ ભગવાન આત્મા એક સમયમાં પરમાત્મપિંડ છે જેમાંથી અનંત આનંદ અને જ્ઞાનની નદી વહે છે. એવા ચૈતન્યપૂર વસ્તુની સન્મુખતા કરી તેમાં દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતાથી જોડાણ કરતાં આનંદ સહિત આત્મા પ્રગટ થાય છે.
આ તો આકાશગંગાને હેઠે ઊતારી છે.
શરીર, કર્મ આદિના સંયોગો અને શુભાશભભાવો જ્યાં છે ત્યાં ભલે હો પણ મારા આત્માના કામ માટે તે મને બિલકુલ સહાયક નથી. મારા આત્માની શાંતિ, જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ માટે વિકલ્પથી માંડીને કોઈ ચીજ મને સહાયક નથી. મારા શ્રદ્ધા-જ્ઞાનને હું આત્મસન્મુખ કરું તો મારી વસ્તુ જ મને સહાયક થાય છે.
ભગવાન આત્મા એક વસ્તુ છે ને ! અનાદિ-અનંત એક પદાર્થ છે ને ! તો તેમાં અનાદિ-અનંત જ્ઞાનાદિ ગુણોનો ભંડાર ભર્યો છે.
જુઓ! અહીં ધ્યાન આપો; જ્યાં પરમાત્માની વાત ચાલે છે ત્યાં બીજાની સામે જોવું, આમથી તેમ નજર કરવી તે ન્યાય નથી, બિલકુલ વિરુદ્ધ છે. અહીં તો આકરી વાત છે ભાઈ! આ તો મને આવડે છે એમ કરીને બેધ્યાન ન થવાય. શ્રીમદે એકવાર કહ્યું હતું કે “તને આવડ્યું હોય તો હું કહું છું કે આ શબ્દને ફરીવાર સાંભળ અને વિચાર. કારણ કે આ સમય છે તે કોઈ બીજી જાતનો છે.” એમ કરીને એને સત્યનો વિનય કરાવે છે. અસત્યનો આદર અને સત્યનો અનાદર એ મોટો દોષ છે. પણ લોકોને એની ખબર નથી. આ તો અમને આવડે છે.....આ તો અમે ધાર્યું છે.અમે તો બીજાને સમજાવીએ છીએ...એ બધું રહેવા દે ભાઈ!
પ્રભુ! તું કયાં છો, કેવો છો, કેવી રીતે લક્ષમાં આવે તેની આ વાત ચાલે છે. મેં સાંભળ્યું છે ને ધાર્યું છે એ માન્યતા તારી ખોટી છે. તે કાંઈ સાંભળ્યું નથી. તને તારો સ્વભાવ ખ્યાલમાં આવ્યો નથી. આ તો કસોટી બહુ આકરી છે બાપા! અરે, એણે જ્યાં જોવાનું છે ત્યાં નજર કરી નથી અને બીજે નજર કરી છે તેને આત્માનો આદર નથી.
આ તો એકલું માખણ આવ્યું છે.
એણે સાંભળ્યું છે કે વ્યવહાર છોડવાલાયક છે અને નિશ્ચય ઉપાદેય છે પણ એના જીવનમાં પળે પળે વ્યવહારના વિકલ્પો અને સંયોગો મારામાં નથી એમ ભાસતું નથી.
કોઈ લાખોપતિ શેઠને એકનો એક દીકરો હોય. બે વર્ષનું પરણેતર હોય અને દીકરો મરી જાય તો ઘરનાના મોઢા કેવા લોહિયાળા હોય ! આખી દુનિયા ઉદાસ લાગે. હરખના સડકા બધાં ઈ વખતે ઊડી જાય તેમ, આ ભગવાન આત્માનો એક એક સમય લાખેણો ચાલ્યો જાય છે તેનો ખેદ થવો જોઈએ.
'પ્રભુ! તું આનંદ અને શાંતિનો ઢગલો છો. તેમાં અંતરદૃષ્ટિ, તેનું જ્ઞાન અને તેમાં