________________
© SSC2.. નિજ પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવું
CY.
(સળંગ પ્રવચન નં. ૬૫) आत्मानं ध्यायस्व निर्मलं किं बहुना अन्येन । यं ध्यायमानानां परमपदं लभ्यते एकक्षणेन ॥६७।। आत्मा निजमनसि निर्मलः नियमेन वसति न यस्य । शास्त्रपुराणानि तपश्चरणं मोक्षं अपि कुर्वन्ति किं तस्य ।।६।। योगिन् आत्मना ज्ञातेन जगत् ज्ञातं भवति।
आत्मनः संबन्धिनिर्भावे बिम्बितं येन वसति ।।६।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે તેના પ્રથમ અધિકારની આ ૯૭મી ગાથા છે.
આત્મા એક વસ્તુ છે. તે શક્તિએ દ્રવ્ય સ્વભાવે પરમાત્મસ્વરૂપ જ છે તેનું ધ્યાન કરવાયોગ્ય છે. પરમાત્મસ્વરૂપના ધ્યાનથી ક્ષણમાત્રમાં મોક્ષપદ મળે છે.
ભાવાર્થ :–બધાં શુભાશુભ સંકલ્પ-વિકલ્પ રહિત નિજ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી શીઘ્ર જ મોક્ષ મળે છે માટે, તે જ હંમેશા ધ્યાન કરવાયોગ્ય છે.
જુઓ ! ભાષા શું વાપરી છે ! નિજ શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું છે. અરિહંત કે સિદ્ધપરમાત્માનું ધ્યાન મુક્તિનું કારણ નથી કારણ કે પરદ્રવ્યનું લક્ષ થવાથી વિકલ્પ ઊઠે છે માટે તેનું ધ્યાન કરવાનું કહ્યું નથી.
શુભ અને અશુભ સંકલ્પ, વિકલ્પ છે તે ભાવ-આસવ અને ભાવબંધ છે. તેનાથી રહિત શુદ્ધ ધ્રુવ આત્માનું ધ્યાન કરવું તે વર્તમાન નિર્મળ પર્યાય છે. વસ્તુના ધ્રુવ અંશમાં પરિણમન નથી. તેથી ધ્રુવમાં સંકલ્પ, વિકલ્પ પણ નથી અને નિર્મળ પરિણમન પણ તેમાં નથી. શુભાશુભ સંકલ્પ, વિકલ્પ એ પરલક્ષી વિકારી ભાવ છે તેને છોડી દઈને અંતરસ્વભાવ ઉપર લક્ષ કરે– ધ્રુવ ઉપર દૃષ્ટિ કરે તો અલ્પકાળમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે દરરોજ કરવાયોગ્ય કાંઈ હોય તો નિજ શુદ્ધાત્માનું ધ્યાન કરવાયોગ્ય છે.
સંસાર સંબંધી સંકલ્પ-વિકલ્પ તો પાપબંધના કારણ છે અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પયબંધના કારણ છે. તે બંનેથી રહિત શુદ્ધાત્માનું ધ્યાન કરવું તે શુદ્ધ પરિણામ છે, તેં શુદ્ધ પરિણામ જ પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષનું કારણ છે.
શ્રોતા –મોક્ષ થઈ ગયા પછી શું કરવાનું? પૂજ્ય ગુરુદેવ –મોક્ષ થઈ ગયા પછી નિરંતર પૂર્ણાનંદનો અનુભવ કરવાનો છે.