________________
પ્રવચન-૨ )
( ૭
છે એટલે કે શુકલ-ઉજળી એકાગ્રતા નિર્મળતા પ્રગટ થવાનું કારણ છે. વસ્તસ્વરૂપમાં એકાગ્ર ૭ થતાં નિર્મળ પર્યાય પ્રગટ થાય તેને શુકલધ્યાન કહે છે. તે શુક્લધ્યાન વડે ભગવાને કર્મોને નષ્ટ કર્યા. આ ધ્યાનને આગમ અપેક્ષાએ શુકલધ્યાન કહેવાય છે અને અધ્યાત્મ અપેક્ષાએ તે ધ્યાનને વીતરાગ નિર્વિકલ્પ રૂપાતીત ધ્યાન કહેવાય છે.
નમોકારમંત્રના ધ્યાનને ‘પદસ્થધ્યાન” કહેવાય છે. આત્માની અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પર્યાયરૂપ પાંચ પદનું ધ્યાન તે “પદDધ્યાન' છે.
પિંડસ્થ એટલે પિંડ (શરીર)માં રહેલાં આત્માનું આગમથી અને ગુરુગમથી બરાબર જ્ઞાન કરીને તેનું ધ્યાન કરવું તે “પિંડસ્થધ્યાન” છે.
શરીર સહિત અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું તે “રૂપસ્થધ્યાન” છે અને શરીર રહિત તદ્દન નિરંજન સિદ્ધ પરમાત્મા જેવો જ હું છું એમ નિર્વિકલ્પ ધ્યાન કરવું તે "રૂપાતીત ધ્યાન છે.
વસ્તુના સ્વભાવથી વિચારવામાં આવે તો, શુદ્ધાત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અભેદરત્નત્રયમયી જે નિર્વિકલ્પ સમાધિ છે તેનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ પરમાનંદ સમરસીભાવરૂપે સુખરસનો આસ્વાદ જેનું સ્વરૂપ છે તે ધ્યાનનું લક્ષણ છે.
અનાદિથી જીવ ધ્યાન તો કરે છે પણ તે ધ્યાન આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. એકધારા બે-બે કલાક શરીરના, રોગના દીકરાના, પૈસાના કે એવા કોઈ પણ વસ્તુના - ધ્યાનમાં અજ્ઞાની એકાગ્ર થઈ જાય છે. એક શેયનું લક્ષ કરીને બીજા વિચારો આવવા ન
દેવા તેનું નામ ધ્યાન છે. સંસારમાં તો કોઈને કોઈ એક વિષયના લક્ષમાં અજ્ઞાની બીજ બધું ભૂલી જાય છે તે એક પ્રકારનું ધ્યાન જ છે પણ જીવને સંસારમાં રખડાવનારું તે ધ્યાન છે. તેમાંથી ગુંલાટ મારીને આત્માના સમરસી સ્વભાવમાં એકાગ્ર થઈને આનંદનો ) સ્વાદ લેવો તે ખરું ધ્યાનનું લક્ષણ છે. તે ધ્યાન આત્માને સુખરૂપ છે.
જેમાં દુઃખરૂપ સ્વાદ છે તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે અને જેમાં સુખરૂપ સ્વાદ છે તે ધર્મધ્યાન અને શુકલધ્યાન છે.
શુદ્ધ અનંત જ્ઞાનાદિ ગુણરૂપ આત્માની પ્રતીત, જ્ઞાન અને લીનતા કરતાં જે આનંદ થાય છે તે ધ્યાનનું લક્ષણ છે. ભગવાને આવા ધ્યાનવડે કર્મકલંકને નષ્ટ કર્યા છે. દુઃખનો સ્વાદ લેતાં-લેતાં નહિ પણ આનંદનો સ્વાદ લેતાં-લેતાં ભગવાને આઠ કર્મોનો નાશ કર્યો છે.
પદસ્થ, પિંડસ્થ આદિ ધ્યાનમાં પણ મૂળ તો તે પદમાં રહેલાં આત્મા અને તેની નિર્મળ પર્યાયનું જ્ઞાન કરીને એવા પોતાના આત્મામાં એકાગ્ર થવું તે જ ધ્યાન છે.
કર્મકલંક અર્થાત્ આઠ કર્મરૂપ દ્રવ્યકર્મ અને રાગાદિ સંકલ્પ-વિકલ્પરૂપ ભાવકર્મનો