________________
[ પરમાત્મukશ પ્રવચનો નાશ કરીને ભગવાન સિદ્ધ થયા છે. તે કર્મકલંકના દહનમાં નય ઉતારીને અહીં સમજાવ્યું છે તેમાં વિશેષ ધ્યાન રાખીને સમજવું પડશે.
ભગવાને પર્યાયમાં જે રાગ-દ્વેષાદિ ભાવકર્મ હતાં તેનો નાશ કર્યો એમ કહેવું તે અશુદ્ધ નિશ્ચયનયનું કથન છે. ભાવકર્મ પોતાની પર્યાયમાં હતા માટે નિશ્ચય કહેવાય અને મલિન હતાં માટે અશુદ્ધ કહેવાય. શુદ્ધનિશ્ચયનય ત્રિકાળશુદ્ધ આત્માને જાણે છે અને ભાવકર્મના નાશને જાણે છે તે અશુદ્ધનિશ્ચયનય છે. જાણવું તે જ્ઞાનનો અંશ છે અને તેને વાણીમાં કહેવું તે કથન છે.
તત્ત્વાર્થસૂત્રમાં સાત તત્ત્વની શ્રદ્ધા કરવાનું કહ્યું છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્” તેમાં જીવ પૂર્ણ શુદ્ધ તત્ત્વ છે, પર્યાયમાં આસવ બંધ છે તેને જાણવા તે અશુદ્ધનિશ્ચયનયનું કાર્ય છે. ભગવાનને પૂર્વે પર્યાયમાં આસવ-બંધની અસ્તિ હતી તેનો નાશ કરીને ભગવાન સિદ્ધ થયા છે—એમ જાણવું તે અશુદ્ધનિશ્ચયનય છે અને ભગવાન દ્રવ્યકર્મનું દહન કરીને સિદ્ધ થયાં છે એમ કહેવું તે અસદ્ભુત અનુપચરિત વ્યવહારનયથી છે.
જડકર્મો જીવની પર્યાયમાં હોતાં નથી, તેની સાથે તો જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તેથી પોતાની પર્યાયમાં નહિ હોવાથી અસભૂત છે અને જડકર્મો સાથે નજીકનો સંબંધ હોવાથી અનુપચરિત કહ્યું અને વ્યવહાર એટલે નિમિત્ત. આ અસભૂત અનુપચરિત વ્યવહારનો અર્થ થયો.
“ભગવાને ધ્યાનાગ્નિ વડે દ્રવ્યકર્મ અને ભાવકર્મનો નાશ કરીને સિદ્ધપદ પ્રગટ કર્યું.” આ એક વાક્યમાં જુદી જુદી નય બતાવે છે કે ભગવાને ભાવકર્મનો નાશ કર્યો એમ જાણવું તે અશુદ્ધનિશ્ચયનય છે અને દ્રવ્યકર્મનો નાશ કર્યો એમ કહેવું તે અનુપચરિત અસભૂત વ્યવહારનય છે. ખરેખર ભગવાને કર્મોનો નાશ કર્યો નથી. કર્મો તો પરદ્રવ્ય છે, તેની અકર્મ અવસ્થા થઈ તેને ભગવાને નાશ કર્યો એમ વ્યવહારનયથી કહેવાય છે..
| કર્મો જીવની સાથે એકક્ષેત્રે રહેલાં છે તેથી તેની અસ્તિ કે નાશના કથનને અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય કહેવાય અને પોતાના ક્ષેત્રથી દૂરની વસ્તુમાં જીવે કાંઈ ફેરફાર કર્યો એમ કહેવું તે ઉપચરિત અસભૂત વ્યવહારનયનું કથન છે. પરમાં જીવ ફેરફાર ન કરી શકે છતાં કહેવું તે અસભૂત છે અને દૂરનો પદાર્થ છે માટે તે નયને ઉપચરિત કહેવાય છે.
સર્વજ્ઞ ભગવાને જાણેલી જોયેલી અને કહેલી આ વાતો સર્વજ્ઞના મત સિવાય વેદાંત, બૌદ્ધ આદિ કોઈ મતમાં નથી. ઘણાં ધ્યાનની વાતો કરે છે પણ ભગવાન આત્માના યથાર્થ જ્ઞાન વિના તેનું ધ્યાન કેવી રીતે થાય ? ધ્યાન કરે તો પણ તે ધ્યાન જૂઠું છે. ભગવાન સર્વજ્ઞદેવે જેવો શુદ્ધ પૂર્ણજ્ઞાનઘન સ્વરૂપ આત્મા જોયો છે એવા આત્માનું પોતે જ્ઞાન કરે, પ્રતીતિ કરે અને પછી ધ્યાન કરે તો યથાર્થ ધ્યાન થાય છે.