________________
ZAVAZANAEDEDEDELINEATAERATAY
આનંદના સ્વાદથી અષ્ટકર્મનો વિનાશ
AYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYÃ (પ્રવચન નં. ૨)
ये जाता ध्यानाग्निना कर्मकलङ्कान् दग्ध्वा । नित्यनिरञ्जनज्ञानमयास्तान् परमात्मनः नत्वा ॥१॥
શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ અધિકારની આ પ્રથમ ગાથા ચાલે છે.
આ સંસારમાંથી જે કોઈ સિદ્ધ થયા તે ધ્યાનાગ્નિ દ્વારા કર્મોનો નાશ કરીને સિદ્ધ થયા છે એ વિષય ચાલે છે, તેમાં અહીં નય ઉતારે છે.
દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે ‘સવ્વ શુદ્ધાઠુ શુદ્ધ નયાઃ' શુદ્ધનયથી સર્વ જીવ શુદ્ધ છે એટલે કે શુદ્ધ પવિત્ર વસ્તુને જાણનાર શુદ્ઘનય દ્વારા જોઈએ તો દરેક જીવ પરમાત્મા છે, બધા આત્મા પરમાત્મા છે શુદ્ધ છે. તેમાં એકાગ્ર થઈને હે જીવ! તારે જેટલો માલ (શુદ્ધતા) કાઢવો હોય તેટલો કાઢી લે !
શુદ્ધનયથી જોઈએ તો બધા આત્મા શક્તિરૂપે સામર્થ્યરૂપે ચૈતન્યચમત્કારના સ્વભાવરૂપે સદા શુદ્ધ જ છે અને પર્યાયાર્થિકનયથી જોઈએ તો જેણે શક્તિની વ્યક્તિ કરી છે—પ્રગટતા કરી છે તેવા સિદ્ધ ભગવાન શુદ્ધ છે. સિદ્ધ થયા છે તે અવસ્થાદૃષ્ટિએ થયા છે, દ્રવ્ય અને ગુણે તો બધા આત્મા સિદ્ધ છે—વસ્તુદૃષ્ટિએ બધા આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે.
અખંડાનંદ શુદ્ધ વસ્તુના નિર્વિકલ્પ ધ્યાનરૂપી અગ્નિ દ્વારા કર્મોનો નાશ એટલે રૂપાંતર કરીને આત્મા પોતાના સિદ્ધપદને પામે છે. વસ્તુસ્વરૂપમાં એકાગ્ર થવું તેનું નામ ધ્યાગ્નિ કહેવાય છે. જેમ દિવાસળીમાં અગ્નિની શક્તિ છે તેને ધસે ત્યારે અગ્નિ પ્રગટ થાય છે, તેમ આત્મામાં જ્ઞાન-આનંદની પરમાત્મશક્તિ પડી છે તેમાં એકાગ્રતા કરે ત્યારે પર્યાયમાં પરમાત્મદશા પ્રગટ થાય છે.
આ તો સિદ્ધ થવાની રસબસતી વાતો છે પણ લોકોને રસ નહિ એટલે લૂખું લાગે. જેમ ઘીમાં નાખેલી પૂરણપોળી રસબસતી હોય છે તેમ આત્મા પૂર્ણ આનંદથી રસબોળ છે, તેની પર્યાયમાં પ્રાપ્તિ કરવાની આ વાતો છે.
શુદ્ધસ્વભાવી આત્માને આ શુભાશુભભાવો અને કર્મોનો સંબંધ છે તે કલંક છે. ભગવાને અંતર એકાગ્રતારૂપ ધ્યાનાગ્નિ વડે તે કર્મોને અકર્મરૂપ કર્યા અને શુભાશુભ વિકા૨ીભાવોનો નાશ કરીને તે કલંક દૂર કર્યું અને સિદ્ધદશા પ્રગટ કરી છે.
તે ધ્યાન કેવું છે ? તે કહે છે કે અભેદ રાગરહિત શુદ્ધ સ્વભાવની દૃષ્ટિરૂપ શુક્લધ્યાન