________________
૯૬ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો ન કર. આ તો પરમાત્મપ્રકાશ છે ને ! પરમાત્માની જેટલી પર્યાય પ્રગટ થવાની છે તે બધી દ્રવ્યમાં રહેલી છે માટે એવા પરમાત્મસ્વરૂપ નિજ આત્માનું ધ્યાન કરો. નિજ–ભગવાનનું સન્માન સત્કાર કરો તો કેવળજ્ઞાન પ્રગટ થઈ જશે.
ભગવાન કુંદકુંદ આચાર્યદેવ કહે છે કે પાંચેય પદ આત્માના છે તો એ પાંચેય પર્યાય વર્તમાનમાં આત્મામાં ન હોય તો ક્યાંથી આવે? વર્તમાનમાં જ દ્રવ્યમાં અરિહંતાદિ પદ રહેલાં છે. દ્રવ્યમાં આવો પાવર–શક્તિ રહેલી છે એવી શ્રદ્ધા ન આવે ત્યાં સુધી નિર્વિકલ્પદૃષ્ટિ થતી નથી. નિર્વિકલ્પ દૃષ્ટિમાં જ એવી તાકાત છે કે એક સમયમાં હું પૂર્ણ પરમાત્મા વર્તમાનમાં જ છું એવી પ્રતીતિ કરી લે છે.
શંકા છોડી દે...નિઃશંક થા કે જેવા સિદ્ધ છે તેવો જ હું છું. અમે જેવા કહીએ છીએ તેવો જ તું છો એમાં શંકા ન લાવ. જેવો તારો સ્વભાવ છે તેવી જ તને પ્રતીતિ કરાવીએ છીએ, સ્વભાવમાં નથી અને કહીએ છીએ એમ નથી.
અરે, ભગવાન તારા ઘરે બિરાજમાન છે અને તું બહાર કોને શોધવા જાય છે? તારા દ્રવ્યમાં અનંત સિદ્ધપર્યાય છે.છે ને છે જ. પરિપૂર્ણ પર્યાયની અસ્તિ છે ત્યાં નાસ્તિની વાત જ નથી, અહોહો ! વર્તમાનમાં પૂર્ણ! વર્તમાનમાં કેવળજ્ઞાન, વર્તમાનમાં પૂર્ણ વીર્ય, વર્તમાનમાં કેવળ દ્રષ્ટા આદિ બધું વર્તમાનમાં જ છે, તેની મહિમા લાવી ધ્યાન લગાવ તો તને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થશે.
હવે ૨૭મી ગાથામાં, જે શુદ્ધાત્માને સમ્યજ્ઞાનરૂપી નેત્ર વડે જોવાથી પહેલાં ઉપાર્જન કરેલાં કર્મો નાશ પામી જાય છે તેને તે યોગી! તું કેમ ઓળખતો નથી એમ કહે છે.
| સદા આનંદરૂપ, નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ નિર્મલ નેત્રો વડે જોવાથી સમ્યજ્ઞાનરૂપી નેત્ર વડે આત્માને જોવાથી–સ્વસંવેદન વડે આત્માને અનુભવતાં પૂર્વે અજ્ઞાનદશામાં બાંધેલાં કર્મો છૂટી જાય છે.
ભગવાન આત્મા તો સદા આનંદરૂપ અને પૂર્ણ છે જ. પણ તેને જોનારું સમ્યજ્ઞાનરૂપી નેત્ર પણ સદા આનંદરૂપ છે. તેમાં કદી રાગ આવી જાય છે એમ બનતું નથી. પણ આ સદા આનંદરૂપ આત્માની વાત જીવને કદી સાંભળવામાં આવી નથી. પરમાત્મા ક્યાં છે અને પામર શોધે છે ક્યાં? ક્રિયાકાંડ, દયા–દાન અને વ્રત, ભક્તિ કરતાં કરતાં આત્મા મળી જશે એમ માની બેઠો છે પણ તેમાં આત્મા ક્યાં છે કે મળે ?
ચિદાનંદ આત્મામાં ભવિષ્યમાં પ્રગટ થનારી અનંત સિદ્ધપર્યાય પડી છે તેથી પર્યાયમાં તેનો એન્લાર્જ થાય છે. સ્વભાવ...સ્વભાવ જેમાં અનંતી નિર્મળતા ભરી છે તેમાં દૃષ્ટિ કરવાથી પૂર્વે અજ્ઞાનથી ઉપજાવેલા કર્મો ખરી પડે છે.
A કહે છે ને જિનબિંબના દર્શનથી નિદ્ધત્ત અને નિકાચિત કર્મોનો ભૂક્કો બોલી જાય.