________________
પ્રવચન-૧૮ )
/ ૯૭
છે, તે કર્યું જિનબિંબ? કે આ નિજબિંબના દર્શન માત્રથી કર્મો ચુર્ણ થઈ જાય છે.
લોકો રાડ નાખે છે. મારાગ બે છે, બે છે. પણ ભાઈ, મારગ બે ન હોય. માર્ગ તો એક જ છે પણ તેની કથનપદ્ધતિ બે પ્રકારની છે. મોક્ષમાર્ગ એક જ છે. અબંધસ્વરૂપ ભગવાનમાં વર્તમાનમાં અનંત સિદ્ધપદ પડ્યાં છે તેની નિર્વિકલ્પદૃષ્ટિ કરવાથી તે પર્યાયમાં પ્રગટ થાય છે. આ એક જ માર્ગ છે. બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારથી પણ લાભ થાય અને નિશ્ચયથી પણ લાભ થાય એમ માનવું તે અનેકાન્ત છે એવું માનનારા અજ્ઞાનીને કહે છે પ્રભુ! શાંત થા, શાંત થા. ધીરો થા, આત્મા–વસ્તુ નિજકળાથી પ્રાપ્ત થાય તેવી ચીજ છે. રાગાદિ પરકળાથી પ્રાપ્ત થાય એવી એ વસ્તુ જ નથી માટે વ્યવહારથી લાભ ન થાય ભાઈ !
પરમાનંદ વિતરાગપિંડ જિદ્રબિંબ નિજ પરમાત્માના અનાદરથી પૂર્વે જે કર્મો જીવે બાંધ્યા હતાં તે આ ભગવાન આત્માના આદરથી તૂટી જાય છે. અજ્ઞાનથી બાંધ્યા કર્મ જ્ઞાનથી તૂટી જાય છે. પૂર્ણાનંદ નિસ્વરૂપનો આશ્રય અવલંબન ન લેતાં રાગાદિનું અવલંબન કર્યું–રાગાદિના અસ્તિત્ત્વમાં પોતાનું પદ માન્યું તો નવા કર્મ બંધાયા તે પોતાના ભગવાનનો આશ્રય લે ત્યારે જ છૂટે છે. આત્માના અનાશ્રયથી બંધાયેલાં કર્મ આત્માના આશ્રયથી છૂટે છે. આમાં નિર્જરા અને મોક્ષની વિધિ આવી ગઈ. કોઈ એમ કહે કે શુભ વિકલ્પથી નિર્જરા થાય, શુભભાવથી ક્ષાયિક સમ્યકત્વ થાય એ વાતનો અહીં નિષેધ થઈ જાય છે.
અરે, પહેલાં ભગવાન આત્માને રુચિમાં તો લે, વિચાર અને ધ્યાનમાં ભગવાન આત્માનું અવલંબન લે તો તારાં પૂર્વના કર્મો બધાં ચૂર્ણ થઈ જશે અને તું પરમાત્મા થઈ જઈશ. તિજોરીને તાળું માર્યું હોય ત્યાં સુધી માલ ક્યાંથી નીકળે? તાળું ખોલી નાંખે તો માલ નીકળે. તેમ આત્મામાં રાગની એકત્વબુદ્ધિનું તાળું લાગેલું છે ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થતો નથી. સ્વભાવની એકતા વડે રોગની એકતાનું તાળું ખોલી નાંખે તો અંદરથી પરમાત્મા પ્રગટ થશે. ક્યાંય બહારમાં તો આત્મા છે નહિ. શેત્રુંજય કે શિખરજીના પર્વતમાં કે મંદિરમાં કે માનસ્તંભમાં આત્મા નથી.
વનવાસી દિગંબર સંત યોગીન્દ્રદેવ કહે છે આત્મા રાગવાળો નથી, કર્મવાળો નથી, શરીરવાળો નથી, આત્મા અલ્પજ્ઞપર્યાય જેવડો નથી. આત્મા તો સિદ્ધસ્વરૂપ પૂર્ણસ્વભાવવાળો છે. પ્રભાકર ભટ્ટ શિષ્યને સંબોધીને આખા જગતને કહે છે પ્રભુ ! તું સર્વગુણસંપન્ન પ્રભુ છો–અનંતગુણનો નિધાન છો. માત્ર તારે તેની દૃષ્ટિ કરવાની છે. નિધાનમાં નજર પડતાં નિધાન ખુલી જશે. સર્વદા વીતરાગ પરમદેવે કહેલો આ માર્ગ છે. બાકી બધાં અજ્ઞાનીએ કહેલાં માર્ગ છે. અહાહા ! પરમાત્મપ્રકાશ પરમાત્માનો સ્તંભ ખડો કરી દીધો છે. હે યોગી! સદા આનંદસ્વરૂપ ભગવાન આ દેહમાં જ રહેલો છે. તેને તું