________________
૯૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
કેમ જાણતો નથી ! સર્વને જાણનારો તું તને કેમ જાણતો નથી? અનંત જ્ઞાન, દર્શન, સુખ, બેહદ વીર્ય આદિ અનંતગુણ સ્વરૂપ આત્માનું જ્ઞાન કરવાથી જ કર્મો નાશ પામે
છે.
તારું દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું
છે. તે શરીરરૂપ કે રાગરૂપ જેવડું પણ દ્રવ્ય થઈ જતું
ભગવાન ! જ રહે કે કર્મરૂપ તો થતું નથી, પણ એક સમયની અલ્પજ્ઞ પર્યાય નથી. દ્રવ્ય તો જેવું છે તેવું જ છે. તેને તું સારી રીતે ઓળખ ! ચર્મચક્ષુથી આત્મા દેખાય તેવો નથી. શુભરાગ પણ ચર્મચક્ષુ છે, ચૈતન્યચક્ષુ નથી માટે તેનાથી પણ આત્મા ન જણાય. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં જે ફરમાવતા હતા તે જ વાત સંતો કહે છે. આ તો પોતાના ઘરની પોતાની જ વાત છે.
જગતના પ્રપંચોને તું જાણે છે અને પોતાના સ્વભાવને જાણતો નથી ? જાણવાવાળાને જાણતો નથી ? તું તેને કેમ નથી જાણતો ? જાણવાવાળાને જાણ્યા વગર દુનિયાના પ્રપંચમાં કેમ પડ્યો છે ? પોતાના દ્રવ્ય સિવાય પરદ્રવ્યનું જ્ઞાન કરવું એ પણ પ્રપંચ છે. જે દેખવાની ચીજ છે તેને કેમ જાણતો નથી? જે જાણવાની ચીજ છે તેને કેમ જાણતો નથી ? જેમાં ઠરવા જેવું છે તેમાં કેમ ઠરતો નથી ? પૂર્ણાનંદ પ્રભુ જ દેખવાની, જાણવાની અને ઠરવાની ચીજ છે. આ એક નિજસ્વરૂપ જ ઉપાદેય છે.
હવે પાંચ પ્રક્ષેપકો દ્વારા આત્માની જ વાત કહે છે.
ભગવાન આત્મામાં અતીન્દ્રિયસુખથી વિપરીત એવા આકુળતાજન્ય ઇન્દ્રિયસુખની ગંધ પણ નથી. ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદને ભોગવવાવાળો છે. આવું જાણતાં ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિ, ઇન્દ્રિયના ભોગોને કાગ—વિષ્ટા સમાન તુચ્છ જાણે છે. ‘ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ,
કાગવીટ સમ જાનત હૈ, સમ્યદૃષ્ટિ લોગ.
ભગવાન આત્મામાં બહારની સંપદા પણ નથી અને ઇન્દ્રિયના ભોગોમાં સુખદુઃખની કલ્પના કરવી એ પણ આત્મામાં નથી.