________________
SANAKANANANAGAGAGAGAGANACACACACACAGAY
પરમાત્માના સ્વરૂપનું પ્રકાશન
ARCRCRCRCRCR
(સળંગ પ્રવચન નં. ૧૯)
यत्र नेन्द्रियसुखदुःखानि यत्र न मनोव्यापारः ।
तं आत्मानं मन्यस्व जीव त्वं अन्यत्परमपहर ||२८||
देहादेहयोः यो वसति भेदाभेदनयेन ।
तमात्मानं मन्यस्व जीव त्वं किमन्येन बहुना ||२६||
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ ભાગની ગાથા ૨૮નો આ શબ્દાર્થ ચાલે છે. આ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા કેવો છે કે જેમાં ઇન્દ્રિયજનિત સુખ-દુઃખના ભાવનો અભાવ છે તે કહે છે.
આત્મા તો આકુળતા રહિત અતીન્દ્રિયસુખ સ્વરૂપ છે. તેનાથી વિપરીત પાંચ ઇન્દ્રિયના લક્ષે થતાં હરખ—શોકના, સુખદુઃખના ભાવ વસ્તુસ્વરૂપમાં નથી. આવા આત્મા ઉપર દૃષ્ટિ કરવાથી આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિની પ્રાપ્તિ થાય છે.
પાંચ ઇન્દ્રિયના વિષયોના લક્ષે જે સુખ-દુઃખની કલ્પના થાય છે તે વસ્તુના સ્વભાવમાં નથી. સુખ-દુઃખના ભાવ છે જ નહિ એમ નથી કહેવું. ભાવ તો છે પણ સ્વભાવમાં તે ભાવનો અભાવ છે એમ કહેવું છે. બ્રહ્મ સત્ અને જગત્ મિથ્યા' એમ નથી. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયના વિષયો પણ છે અને તેના લક્ષે થતી સુખ-દુઃખની કલ્પના પણ છે પણ તે વસ્તુના સ્વભાવમાં નથી. વસ્તુનો સ્વભાવ તો વીતરાગ...વીતરાગ અનાકુળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન—જ્ઞાન અને મુક્તિ માર્ગ પ્રગટ થાય કેમ કે વસ્તુ પોતે મુક્તસ્વરૂપ છે.
આત્મા શરીર અને કર્મથી મુક્ત છે. તેમ ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો અને તેના લક્ષે થતી સુખ-દુઃખની કલ્પનાથી પણ મુક્ત છે. શુદ્ધાત્મસ્વરૂપમાં નિર્વિકલ્પ પરમાત્માથી વિલક્ષણ સંકલ્પ વિકલ્પરૂપ મનોવ્યાપાર પણ નથી. આમ કહીને આચાર્યદેવ તત્ત્વને પણ સિદ્ધ કરતાં જાય છે કે સંકલ્પ વિકલ્પરૂપ આસ્રવ તત્ત્વ છે પણ દ્રવ્ય સ્વભાવમાં ચૈતન્યભગવાનમાં તે આસ્રવ નથી.
વિકલ્પરહિત પરમાત્માથી મનનો વ્યાપાર જુદો છે. આવા પરમાત્માસ્વરૂપની દૃષ્ટિ થતાં મંન, વિકલ્પ આદિનું જ્ઞાન થઈ જાય છે કે આ બધું છે પણ મારામાં એ કાંઈ નથી. જે એમ માને છે કે આ સંકલ્પ વિકલ્પ મારામાં છે તેણે તો આસવ અને આત્મા એ બે તત્ત્વને એક માની લીધાં, તે તો મિથ્યાષ્ટિ છે. શાની બંને તત્ત્વને જેમ છે તેમ જુદાં જાણે