________________
100]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
છે. દયા, દાન, વ્રતાદિના વિકલ્પ જ્ઞાનીને પણ હોય પણ તેને જ્ઞાની પોતાનો સ્વભાવ માનતાં નથી. આસ્રવભાવ છે એમ જાણે છે.
‘તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યવર્ણનમ્' છે ને ! તેનો અર્થ શું?
સાત તત્ત્વને સાતરૂપે શ્રદ્ધામાં લેવા તે સમ્યગ્દર્શન છે. ભગવાન ચિદાનંદ શાયકતત્ત્વથી સંકલ્પ વિકલ્પ ભિન્ન તત્ત્વ છે. ત્રણકાળમાં તે કદી એક થતાં નથી. માટે ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો, સુખ-દુઃખની કલ્પના અને મનના સંકલ્પ વિકલ્પથી રહિત એવા આત્મારામને તું
આત્મા જાણ ! દયા–દાનાદિના વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી.
વસ્તુસ્વરૂપ શું છે ? તેનો પત્તો લગાવ્યા વગર તારું દુઃખ કેવી રીતે મટશે ? બહારથી આચાર્ય, ઉપાધ્યાયની પદવી મળી જવાથી આત્મા મળતો નથી.
રાગની મંદતા એ તો આસ્રવ છે, તેનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્માને પ્રાપ્ત કરવાનું સાધન આત્મામાં છે. જે સ્વભાવમાં નથી એવા આસવરૂપ બાહ્યસાધનથી આત્મા પ્રાપ્ત થતો નથી. આ તો ચિદાનંદધન નક્કર વસ્તુ છે. તેમાં પોલ ન ચાલે. આ કાંઈ પોપાબાઈનું રાજ્ય નથી કે બાહ્યસાધનથી અંતરવસ્તુ હાથમાં આવી જાય. વસ્તુમાં વિકલ્પનો પ્રવેશ નથી તો વિકલ્પના સાધન વડે વસ્તુ મળી જાય એમ ત્રણકાળમાં કદી ન બને.
પ્રભુ ! તું જ્ઞાન આનંદસ્વરૂપ છો. તારે સુખ–શાંતિ અને સમાધાન જોઈએ છે ને ! તું પોતે સુખસ્વરૂપ જ છો અને જ્ઞાનનો અંશ પ્રગટ છે ને! એવા પૂર્ણજ્ઞાનસ્વરૂપ જ તું છો. શાંતિ પણ તારા સ્વભાવમાં છે, કાંઈ બહારથી લાવવી પડે તેમ નથી. આવા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને તું જાણ ! જાણ એટલે ક્ષયોપશમશાનમાં જાણ એમ નહિ ધારણાજ્ઞાનમાં જાણ એમ નહિ પણ વિકલ્પ રહિત શાંતદૃષ્ટિથી ભગવાન આત્માને જાણ ! અનુભવમાં લે ! અનુભવ થાય ત્યારે આત્માને જાણ્યો કહેવાય. શરીર, વાણી, મનનું લક્ષ છોડી, શુભાશુભ વિકલ્પનું પણ લક્ષ છોડી એક શુદ્ધાત્માના લક્ષપૂર્વક પ્રતીત, જ્ઞાન અને લીનતા કરે ત્યારે આત્માને જાણ્યો કહેવાય. નિર્વિકલ્પ શાંતિમાં આત્માનો અનુભવ કરતાં પોતાને ખ્યાલ આવી જશે કે અહો ! માર્ગ તો અંદ૨માં છે. આત્મામાં લીન થવું એ જ મોક્ષમાર્ગ છે.
યોગીન્દ્રદેવ કહે છે કે પરમાત્મસ્વભાવથી વિપરીત એવા પાંચ ઇન્દ્રિયના વિષય વગેરેને દૂરથી જ ત્યાગ ! દૂરથી જ ત્યાગ એટલે કે મંદ કષાય મને કાંઈક મદદ કરશે એ વાત રહેવા દેજે. રાગનો મંદ વિકલ્પ પણ અનુભવમાં સહાયક નથી.
વિકલ્પની આડમાં ભગવાન ચિદાનંદ બિરાજે છે. પ્રભુ ! તારી પાસે જ પ્રભુ બિરાજે છે. તે તારાથી વેગળો નથી. આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે કે આત્મા પોતે અનંત અનંત ગુણનો રાશિ એક પરમાત્મા છે. દુનિયાના લોકોએ કલ્પનાથી કરેલી વાત નથી. આવા આત્માને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે. નિર્વિકલ્પ દૃષ્ટિ અને શાંતિ—સમાધિમાં