________________
પ્રવચન-૧૯)
[ 121 આત્મા અનુભવમાં આવે છે તે સિવાય બીજા લાખ_કરોડ ઉપાય કરો તોપણ વ્યર્થ છે.
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે અહીં નિર્વિકલ્પ સમાધિને દરેક જગ્યાએ વીતરાગ વિશેષણ કેમ લગાવ્યું છે? તેનું સમાધાન આમ છે કે જ્યાં વીતરાગતા છે ત્યાં જ નિર્વિકલ્પ સમાધિ થાય છે. વીતરાગતા વિના માત્ર શુન્ય જેવી દશામાં નિર્વિકલ્પ સમાધિ પ્રગટ થતી નથી. માટે વીતરાગ વિશેષણ લગાવ્યું છે.
આત્મા શરીરમાં રહેલો, અસંખ્યાત પ્રદેશી એક વસ્તુ છે. તે શુન્ય નથી. આત્મા તો જ્ઞાનાનંદ, નિત્યાનંદ ભાવસ્વરૂપ વસ્તુ છે. તેની દૃષ્ટિ થાય ત્યારે વીતરાગી આનંદનો અંશ પ્રગટ થાય છે. જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. તેમાં આખા આત્માની પ્રતીતિ આવે છે. તે વખતે આત્મા વિકલ્પથી શૂન્ય છે પણ જ્ઞાન, આનંદ અને વીતરાગતાથી ભર્યો છે, શૂન્ય નથી. તે વખતની જાગૃતિ એવી છે કે આત્માની પ્રતીતિ કરી લે છે.
આત્મા એક અસ્તિત્ત્વ ધરાવતી વસ્તુ છે. તેની પર્યાયમાં સર્વજ્ઞદશા પ્રગટ થાય છે. તેથી નક્કી થાય છે કે વસ્તુમાં સર્વજ્ઞશક્તિ પડી છે. આત્મા સર્વજ્ઞસ્વભાવી હોવાથી ત્રણકાળને જાણવાવાળો છે. પણ કોઈ કાળમાં તે કરવાવાળો નથી. ઇશ્વર ત્રણકાળનો જાણવાવાળો છે પણ કરવાવાળો નથી. એમાં જ તેની મહત્તા છે.
સર્વજ્ઞભગવાને સાત તત્ત્વ કહ્યાં છે તેમાં મહાન રહસ્ય છે. માત્ર એકલો આત્મા આત્મા કર્યા કરે છે તે કાંઈ જાણતો નથી. એક આત્માની અતિ સિદ્ધ થતાં સાતેય તેજ્યની-અસ્તિ સિદ્ધ થાય છે. આત્મા છે તો અજીવ પણ હોવું જોઈએ. આત્મા નિર્મળ છે તો મલિન તત્ત્વ પણ હોવું જોઈએ. એ મલિન તત્ત્વ એટલે આસવ અને બંધતત્ત્વ, આત્મા પોતે જ્ઞાયક અને અજીવ જ્ઞેયતત્ત્વ છે. હવે એ અજીવ અને આસવ-બંધનું લક્ષ છોડી “આ હું જીવ છું એવું લક્ષ થાય છે તે સંવર–નિર્જરારૂપ મોક્ષમાર્ગના અંકુર છે. અને આત્મામાં પૂર્ણ લીનતા તે મોક્ષ છે..
એક-બે કલાક વાંચન કરતાં પણ જ્ઞાનમાં વિશેષતા આવે છે. ભલે વસ્તુ જ્ઞાનમાં ન આવી તોપણ ક્ષયોપશમજ્ઞાનમાં વિશેષતા આવે છે. તો પછી જેમાં આખી વસ્તુ–જ્ઞાયક ચિદાનંદ જ્ઞાનમાં જણાય ત્યારે પર્યાયમાં કાંઈક વિશેષતા તો આવે ને ! એ વિશેષતા શું છે? કે રાગરહિત દૃષ્ટિ, જ્ઞાન અને શાંતિનો અંશ છે. તે બતાવવા માટે વીતરાગ વિશેષણ લગાવ્યું છે. આત્માનું જ્ઞાન થાય અને અંશે વિતરાગતા, વસ્તુની પ્રતીતિ, અતીન્દ્રિયસુખ ન થાય એમ ન બને.
શંખ હોય તે શ્વેત જ હોય તેમ નિર્વિકલ્પ સમાધિ હોય તે વીતરાગ સમાધિ જ હોય. વીતરાગનો અંશ લઈને પ્રગટ થાય તેને જ નિર્વિકલ્પ સમાધિ કહેવાય. વીતરાગતા વિનાની સમાધિ ન હોય. વીતરાગસ્વરૂપ આત્મા વીતરાગતાના અંશ વગર પ્રતીતિમાં ન આવે.