________________
૧૦૨]
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો વસ્તનો સ્વભાવ હંમેશા નિર્દોષ જ હોય. પર્યાયમાં સદોષતા છે એ જ સંસાર છે. વસ્તુમાં સદોષતા ન હોય. પર્યાયમાં નિર્દોષતા આવે ત્યારે જ નિર્દોષ સ્વભાવનો પત્તો લાગે છે. ચોથા ગુણસ્થાને આવી નિર્દોષ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે તેમાં આત્માનો અનુભવ થાય છે. શુક્લધ્યાનમાં જ આત્માનો અનુભવ થાય અને ધર્મધ્યાનમાં ન થાય એ લોકોની ભ્રમણા છે.
- હવે ૨૯મી ગાથામાં મુનિરાજ આત્માનું ક્ષેત્ર બતાવે છે કે વ્યવહારનયથી આત્મા દેહમાં રહેલો છે પણ નિશ્ચયનયથી આત્મા પોતાના સ્વભાવમાં જ રહેલો છે.
અનુપચરિતઅસભૂતવ્યવહારનયથી આત્મા પોતાથી ભિન્ન એવા શરીરમાં રહેલો છે. શરીર નજીકના સંબંધમાં રહેલું છે માટે અનુપચરિત, પણ શરીર પોતાની ચીજ નથી માટે અસભૂત અને વ્યવહારનય એટલે નિમિત્તથી કથન કરતાં એમ કહ્યું કે આત્મા શરીરમાં રહેલો છે. આ જૂઠીનયનું કથન છે પણ વસ્તુસ્વરૂપની વાસ્તવિકનય–શુદ્ધનયથી જોતાં ભગવાન આત્મા દેહથી ભિન્ન પોતાના આત્મસ્વભાવમાં જ રહેલો છે.
વ્યવહારનયથી આત્મા દેહથી અભેદ છે, એમ કહેવાનો આશય એ છે કે આત્માને લોક સાથે કાંઈ સંબંધ નથી. આત્મા આખા લોકમાં રહેલો નથી પણ આત્મા શરીર સાથે એકક્ષેત્રાવગાહે રહેલો છે. એમ બતાવવા માટે આ નય છે.
વ્યવહારનયથી આત્મા દેહ સાથે અભેદ કહ્યો તે જ સમયે નિશ્ચયનયથી આત્મા દેહથી તદ્દન ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન છે. આવા સ્વભાવથી અભિન્ન એવા જીવન હે જીવ! તું પરમાત્મા જાણ.
હે જીવ! તું તને જાણ. નિત્ય આનંદ જેનું એક રૂપ છે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તારા આત્માને ભાવ. તારા આત્માનું ધ્યાન કર. તારાથી ભિન્ન એવા દેહ, રાગાદિથી તારે શું પ્રયોજન છે?
શરીર, રાગ અને આત્મા ત્રણેય એકક્ષેત્રાવગાહે રહેલાં છે. વ્યવહારનયથી શરીર અને આત્મા ભિન્ન છે. અશુદ્ધ-નિશ્ચયનયથી રાગ અને આત્મા અભિન્ન છે પરંતુ શુદ્ધનિશ્ચયનયથી શરીર અને રાગથી આત્મા ભિન્ન છે. માટે હે જીવ! તે શરીર અને રાગાદિથી તારે શું પ્રયોજન છે? આ તો પરમાત્મ પ્રકાશ છે ને ! તેમાં પરમાત્માનું સત્ય સ્વરૂપ પ્રકાશમાં આવવું જોઈએ ને !
આત્મા શરીરથી ભિન્ન છે તેથી શરીર સારું હોય તો ધર્મ થાય અને શરીરમાં રોગ હોય તો ધર્મ ન થાય એ વાત-જ રહી. તેમ રાગથી ધર્મ થતો નથી પણ વીતરાગથી ધર્મ થાય છે. અહિંસા પાળવાથી ધર્મ થાય એ વાત સાચી પણ એ કઈ અહિંસા ? કે શરીર અને રાગથી ભિન્ન ભગવાન આત્માનો અનુભવ કરવો તે અહિંસા છે. જેટલો રાગ