________________
પ્રવચન-૧૯ /
[ 108 છે તેટલી હિંસા છે. પરની દયાનો ભાવ આવે છે પણ તે રાગ છે, તેમાં સ્વરૂપની હિંસા થાય છે.
દેહમાં રહેવા છતાં નિશ્ચયથી આત્મા દેહરૂપ થતો નથી. પર્યાયમાં રાગ થવા છતાં આત્મા નિશ્ચયથી રાગરૂપ થઈ જતો નથી. આત્મા તો અનાદિ અનંત જ્ઞાનાનંદસ્વરૂપ છે પણ તારી દષ્ટિ કદી સ્વભાવ ઉપર પડી નથી તેથી તેને તેનું ભાન નથી. આ નિજ શુદ્ધાત્મા જ તારે ઉપાદેય છે આદર કરવા લાયક છે, ઉપાદેય એટલે અંગીકાર કરવા લાયક છે–તેમાં દૃષ્ટિ દેવા જેવી છે. માટે તે આત્મવીર ! તું શુદ્ધાત્માને જ ઉપાદેય કર.
પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્યે એવું વ્યાપ્યલક્ષણવાળું પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે ભક્તિ, પૂજા, દયા, દાન આદિના શુભ પરિણામો તેની આદિ-મધ્ય-અંતમાં પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને પરિણમે છે, ગ્રહણ કરે છે ને ઊપજે છે. આહાહા ! રાગાદિ પરિણામમાં પુદગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને રાગરૂપે પરિણમે છે, રાગને ગ્રહણ કરે છે, રાગરૂપે ઊપજે છે. જીવ એ રાગની આદિ-મધ્ય-અંતમાં વ્યાપક થઈને પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી કે રાગરૂપે ઊપજતો નથી. કેમ કે જીવ તો એકલો જ્ઞાયકભાવ સ્વરૂપ છે, એ શાકભાવ દયા-દાન-ભક્તિ આદિ રાગરૂપ એવા પુદ્ગલકર્મને કેમ કરે? ભક્તિ-વિનય-વૈયાવ્રત આદિના ભાવની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલદ્રવ્ય વ્યાપક થઈને રાગને કરે છે. આહાહા ! ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વભાવ એ રાગાદિ પરિણામને કરતો નથી. જ્ઞાયક પ્રભુ એ રાગાદિ પરિણામમાં વ્યાપતો નથી. ચારિત્રમોહની નબળાઈથી પણ જીવ રાગાદિભાવને કરતો નથી—એમ અહીં એકલા દ્રવ્યસ્વભાવને સિદ્ધ કરવો છે. અરે પ્રભુ! કયાં તારી મહાનતા ને ક્યાં વિભાવની તુચ્છતા? તુચ્છ એવા વિભાવભાવ તારાથી કેમ થાય? તું તો જાણનસ્વભાવી છો. તારાથી વિકાર કેમ થાય? આહાહા ! દ્રવ્યદૃષ્ટિના સમયસારના કથનો અલૌકિક છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી
જ