________________
પ્રવચન-૧૮ ]
[ ૯૫
આ આત્મા ભવિષ્યમાં સર્વજ્ઞ થવાનો છે તો તે ભવિષ્યની પર્યાય આ દ્રવ્યમાં જ પડી છે. સર્વદ્રવ્યેષુ સર્વવા દ્રવ્યરૂપેળાસ્તે એટલે સર્વ દ્રવ્યમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ—આ બધાં દ્રવ્યમાં ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાય વર્તમાનમાં દ્રવ્ય સાથે તાદાત્મ્યરૂપે પડી છે. ન હોય તો તે પ્રગટ ક્યાંથી થાય? જો તે જૂઠ મૂઠ હોય તો શાંતિ પ્રગટ ક્યાંથી થાય? માટે પોતાના અરિહંતપદનું ધ્યાન કરવું તે ભ્રમ છે એમ કોઈ કહે તો તેની વાત જૂઠી છે. આ ભ્રમ નથી. અરિહંત અને સિદ્ધપદ આત્મામાં વર્તમાનમાં દ્રવ્યરૂપે–દ્રવ્યનિક્ષેપરૂપે વસ્તુરૂપ છે. જો વસ્તુરૂપ ન હોય તો તેનું ધ્યાન કરવાથી શાંતિ પણ
પ્રગટ ન થાય.
વર્તમાનમાં અલ્પજ્ઞપર્યાય હોવા છતાં દ્રવ્યમાં પૂર્ણ...પૂર્ણ પર્યાય વસ્તુરૂપે ભરી પડી છે. વર્તમાન એક સમયની પર્યાય સિવાયની ભૂત અને ભવિષ્યની અનંત પર્યાય દ્રવ્યમાં
પડી છે. ન હોય તો તો આવે જ ક્યાંથી ?
આ ભવ્ય જીવની વાત ચાલે છે. ભવ્ય લાયક જીવને ભવિષ્યમાં અરિહંત અને સિદ્ધપર્યાય પ્રગટ થશે, થશે ને થશે જ. અને જેને દ્રવ્યસ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા થઈ છે તેને તો અલ્પકાળમાં જ સિદ્ધપર્યાય પ્રગટ થશે, થશે અને થશે જ. તો એ પર્યાય વર્તમાનમાં ક્યાં રહે છે ?—કે તે દ્રવ્યરૂપે વસ્તુમાં જ રહેલી છે માટે જ તેના ધ્યાનથી પર્યાયમાં શાંતિ આદિ સર્વ ગુણોની નિર્મળતા પ્રગટ થાય છે. જો અરિહંતપદ અંતરમાં ન હોય તો હું અરિહંત છું' એવું ધ્યાન કરવાવાળાને કષાય ઉત્પન્ન થવો જોઈએ. પણ તેને તો શાંતિ ઉત્પન્ન થાય છે. માટે અરિહંતનું ધ્યાન જુદું નથી.
ઉત્પાદ્–વ્યય ધ્રુવયુક્તમ્ સત્ છે. પુદ્ગલદ્રવ્યમાં પણ તેની ભૂત, ભવિષ્યની પર્યાયો સત્રૂપે દ્રવ્યમાં પડી છે, એમ છએ દ્રવ્યની પર્યાયો તે-તે દ્રવ્યમાં રહેલી છે પણ અહીં તો આપણે જીવની નિર્મળ પર્યાયની વાત ચાલે છે કે અરિહંત અને સિદ્ધદશા તારા જીવદ્રવ્યમાં પડી છે. પર્યાયમાં વર્તમાનમાં સિદ્ધદશા નથી પણ દ્રવ્યમાં વર્તમાનમાં જ સિદ્ધપણું પડ્યું છે તેની શ્રદ્ધા અને ધ્યાન કરનારને અલ્પકાળમાં જ સિદ્ધદશા પ્રગટ થાય છે. શરીરની ક્રિયા, વિકલ્પ કે વ્યવહારરત્નત્રયના ધ્યાનથી સિદ્ધદશા પ્રગટ થતી નથી એકમાત્ર નિશ્ચયસ્વભાવના ધ્યાનથી જ મોક્ષદશા પ્રાપ્ત થાય છે.
આકાશદ્રવ્યની અનંત શ્રેણી ધારા છે તેમાંથી એક જ શ્રેણીમાં ત્રણકાળના સમયો સમાય જાય છે અને ત્રણકાળના સમય જેટલી જ દરેક દ્રવ્યના એક એક ગુણની પર્યાય છે. પણ એ પર્યાયની શક્તિનો કોઈ પાર નથી. ક્ષેત્ર નાનું છે પણ એક એક પર્યાયનું ભાવસામર્થ્ય અનંતગણું છે. આવું સામર્થ્ય વર્તમાનમાં જ દ્રવ્યમાં રહેલું છે માટે તેના ધ્યાનથી શાંતિ પ્રગટ થાય છે. સત્ હોય તેમાંથી શાંતિ આવે. અસમાંથી કેવી રીતે આવે?
વર્તમાનમાં જ તું સિદ્ધસમાન સામર્થ્યવાળો છે તેનો વિશ્વાસ કર ! ભ્રાંતિ છોડ–ભ્રમ