________________
૨૮૦ )
ઘરમાત્મપ્રકાશ પ્રવચનો
નથી. આ અપેક્ષાએ જીવના નથી પણ કર્યજનિત છે એમ સમજવું. પણ તેનો અર્થ એમ ન લેવો કે, બધું કર્યજનિત જ છે જીવનો કંઈ દોષ જ નથી. એટલે જ પહેલાં કહ્યું છે કે વસ્તુનું અજ્ઞાન તો પોતે કર્યું છે. સ્વરૂપના ભાનનો બોધનો અભાવ પોતે જ કર્યો છે..
વસ્તુના બોધસ્વભાવના ભાન વિના પર્યાયમાં અજ્ઞાન એણે પોતે જ ઊભું કર્યું છે. દ્રવ્ય, ગુણમાં અજ્ઞાન નથી પણ પર્યાયમાં પોતે અજ્ઞાન ઊભું કર્યું છે. તેનાથી કર્મો ઉત્પન્ન થયાં છે અને એ કર્મથી પાંચ ઇન્દ્રિય, મન, વિભાવ અને ચારગતિના દુઃખ આ ચાર બોલ ઉત્પન્ન થયાં છે માટે તેને કર્મજનિત કહ્યા છે એમ અપેક્ષા સમજવી.
ચૈતન્ય બાદશાહ અનંતગુણનો પિંડ છે પણ તેં કદી એની સામે જોયું નથી. જેનો અંત નથી એવું અનંત જ્ઞાન, એવું અનંત દર્શન, અનંત વીર્ય, એવાં અનંત ગુણો તારા સ્વભાવમાં રહેલાં છે. જેમાં હદ વિનાનું અનહદ સુખ છે, મર્યાદા વિનાનું વીર્ય છે એવા ભગવાન આત્માના અંતરબોધના અભાવે કર્મો બંધાયા છે અને એ કર્મોથી ચારગતિના દુઃખ આદિ ઉત્પન્ન થયા છે. માટે હવે આત્મભગવાન–પરમાનંદની મૂર્તિની દૃષ્ટિ કરીને આ ઇન્દ્રિય, મન, વિકાર અને દુઃખ તજવા લાયક છે. આત્માના સ્વભાવથી એ વિપરીત છે માટે છોડવા લાયક છે અને તે ચારેય ભાવોથી આત્માનો સ્વભાવ વિપરીત છે અર્થાત્ પોતાનો શુદ્ધાત્મા એ પાંચ ઇન્દ્રિયની વિષય અભિલાષાથી માંડીને સર્વ વિકલ્પ-જાળથી રહિત છે માટે તે જ એક ઉપાદેય છે.
આવો શુદ્ધાત્મા કયારે ઉપાદેય થાય? કે પરમસમાધિના સમયે જ આ આત્મા સાક્ષાત્ ઉપાદેય થાય છે.
આ વાતો બાપુ અપૂર્વ છે. મોંઘી છે પણ સ્વભાવે સોંધી છે. અભ્યાસ નથી માટે મોંધી છે પણ પોતાનું જ સ્વરૂપ છે માટે સ્વરૂપનો અભ્યાસ કરે તો સોંધી જ છે.
આત્મા ક્યારે ઉપાદેય થાય?—પાંચ ઇન્દ્રિયના વિષયોની અભિલાષા, મન, વિભાવ અને ચારગતિના દુ:ખનું લક્ષ છોડી તેનો આશ્રય છોડી, ઉપાદેયપણું છોડી નિજ શુદ્ધ વસ્તુનું લક્ષ કરે તેની સન્મુખ થઈને આશ્રય કરે અર્થાત્ શુદ્ધાત્માની દૃષ્ટિ, જ્ઞાન અને લીનતા કરે તે કાળે આત્મા ઉપાદેય થાય છે.
શ્રોતા – આત્મા તો સદાકાળ ઉપાદેય છે ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : આત્મદ્રવ્ય તો સદાકાળ આદરણીય છે પણ એવી પરિણતિ થાય ત્યારે ઉપાદેય થયો કહેવાય. વસ્તુ તો સદાકાળ-ત્રિકાળ શુદ્ધ છે પણ તે ઉપાદેય કયારે થાય કે, જ્યારે પોતે વિભાવ આદિનું લક્ષ છોડી, પૂર્ણાનંદ સ્વભાવની સન્મુખ દશા પ્રગટ કરે તે કાળે આત્મા ઉપાદેય થાય છે. સ્વભાવની સામે જોયા વગર એ ઉપાદેય ન થાય. પહેલાં શ્રદ્ધામાં ભલે એમ લે કે આત્મા ઉપાદેય છે પણ જ્યારે વિભાવની દૃષ્ટિ છૂટીને સ્વભાવની