________________
સુખ-દુઃખની કલ્પના કર્મજન્ય છે
(સળંગ પ્રવચન નં. ૪૫)
पञ्चापि इन्द्रियाणि अन्यत् मनः अन्यदपि सकलविभावः । जीवानां कर्मणा जनिताः जीव अन्यदपि चतुर्गतितापाः ।। ६३ । दुःखमपि सुखमपि बहुबिधं जीवानां कर्म जनयति । आत्मा पश्यति मनुते परं निश्चयः एवं भणति ॥ ६४ ॥
શ્રી પરમાત્મપ્રકાશની આ ૬૩મી ગાથા ચાલે છે.
પાંચ ઇન્દ્રિય, મન, વિભાવ અને ચારગતિના દુઃખ આ બધું ચૈતન્યતત્ત્વથી ભિન્ન છે. તો એ કોનાથી થયા છે?−કે અશુદ્ધ નિશ્ચયનયથી આત્મજ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલા કર્મોથી જીવને ઉત્પન્ન થયા છે માટે તે બધાં જીવના નથી, કર્મજનિત છે.
ચૈતન્યદ્રવ્ય શાયકપિંડ પ્રભુમાં આ ઇન્દ્રિયાદિ કોઈ નથી, તેનાથી તો એ ભાવો જુદાં છે. તો આ પાંચ ઇન્દ્રિય, મન, અનેક પ્રકારના વિભાવભાવ અને ચારગતિના દુઃખરૂપ ભાવો ઊભા ક્યાંથી થયાં ? એમ પ્રશ્ન થાય છે તેનો ઉકેલ એ છે કે આત્મા પોતે જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિ ગુણોનો પિંડ છે પણ એવા આત્મસ્વરૂપનું જ્ઞાન નથી તેથી જીવને કર્મો બંધાય છે અને એ કર્મો વડે આ ઇન્દ્રિયાદિ ચાર બોલ ઊભા થયા છે.
વસ્તુ પોતે વિજ્ઞાનઘન છે, નિત્ય આનંદમય છે પણ એવા સ્વવસ્તુના જ્ઞાનના અભાવે પરના લક્ષમાં જીવની પર્યાયમાં વિભાવ આદિ ઉત્પન્ન થયા છે. અશુદ્ધનિશ્ચયનયથી જીવે જે અશાન કર્યું તે જીવનો ભાવ છે. શુદ્ધ ચિદાનંદ એવા સ્વ-સ્વભાવના બોધનો અભાવ છે તે જીવે પોતે પોતાની પર્યાયમાં અજ્ઞાન ઊભું કર્યું અને તેનાથી કર્મો ઊપજ્યા અને કર્મોથી આ વિભાવ આદિ ચાર ભાવો ઉત્પન્ન થાય છે.
પહેલાં સામાન્ય વાત કરી કે શુદ્ધ ચિહ્નન વસ્તુની દૃષ્ટિ અને બોધનો અભાવ કોણે કર્યો ? કે પોતે જ પોતાના જ્ઞાનનો અભાવ પર્યાયમાં કર્યો અને તેનાથી કર્મો બંધાયા અને એ કર્મથી આ ચાર ભાવ ઉત્પન્ન થયા છે માટે એ પોતાની વસ્તુ નથી.
વિજ્ઞાનઘન ચિત્માની આ ઇન્દ્રિયો નથી, મન તેનું નથી, વિભાવો તેના નથી અને ચારગતિના દુઃખો પણ તેના નથી કેમકે, વસ્તુના સ્વભાવમાં આ કોઈ નથી. આ કોઈ ભાવો ચૈતન્યસ્વરૂપ નથી અને ચૈતન્ય વડે ઉત્પન્ન થયેલાં નથી. વસ્તુના અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થયાં હતાં એ કર્મ વડે આ ચાર ભાવો ઉત્પન્ન થયાં છે, માટે એ આત્માના