________________
૨૭૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
આનંદ ઝરવો જોઈએ કેમ કે એ તો એકલો અતીન્દ્રિય આનંદનો ૨વો છે, તેની દૃષ્ટિ કરે તો આનંદ જ ઝરે.
ચાર ગતિના જીવો એટલે કે દેવલોકના દેવ, નરકના નારકી, કીડી, કંથવો કે કુંજર અને રાજા કે રંક બધાંય જીવો દુઃખની દશામાં પડ્યાં છે. બે કરોડ રૂપિયા હોય કે પાંચ કરોડ હોય પણ એ સોજાં છે. સોજાં પેટમાં ઉતરી જાય તો રાડ પડાવે તેમ આ રાડ પડાવનારા છે. ચારેય ગતિમાં અનુકૂળ-પ્રતિકૂળમાં ઠીક-અઠીકની કલ્પના કરતાં બધાં જીવો દુઃખી છે. મમતાથી જ જીવ દુઃખી છે. અહીં ગજના આંક જ બધાં જુદાં છે.
‘મહાદુ:ખદાયી દુઃખ' એવો શબ્દ વાપર્યો છે. ચાર ગતિમાં મહાદુ:ખદાયી સંતાપ છે. તે સર્વ દુઃખ જીવના સ્વભાવથી ભિન્ન છે. તો તે ઉત્પન્ન કેવી રીતે થયા ?−કે, અશુદ્ધ નિશ્ચયનયથી આત્મજ્ઞાનના અભાવથી ઉપાર્જેલા કર્મો વડે ઉત્પન્ન થયાં છે. સ્વભાવના ભાન વિના વિકાર થાય છે અને વિકારથી કર્મ બંધાય છે અને કર્મથી આ ચાર ગતિના દુ:ખ ઉપજે છે. માટે કહે છે કે, શુદ્ધ જ્ઞાનાનંદ નિજસ્વભાવનું જ્ઞાન કર ! એ સિવાય કદી દુઃખ મટે તેમ નથી.
0
નિશ્ચયદૃષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે, જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય, એ બધું તો પર્યાયમાં છે, વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દૃષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દૃષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દૃષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા મિથ્યા-માન્યતારૂપી ગઢના પાર ન મળે ! અહીં તો કહે છે કે ૧૨ અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દૃષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે.
—પૂજ્ય ગુરુદેવશ્રી