________________
પ્રવચન-૪૪)
[ ૨૭૭ વિભાવની સિદ્ધિ કરતાં કહે છે કે શુદ્ધ ભગવાન આત્માની અનુભૂતિ–નિર્મળદશાનો અનુભવ તે પર્યાય છે તેનાથી ભિન્ન જે રાગ-દ્વેષ-મોહાદિ છે તે વિભાવ છે. તે બધાં આત્માથી ભિન્ન છે. દર્શન, જ્ઞાન, ચારિત્રની શાંતિના અનુભવથી જે વિપરીત છે એવા રાગ-દ્વેષ અને મોહ આત્માથી ભિન્ન છે.
હવે, ચારગતિના દુઃખથી આત્મા ભિન્ન છે એ સિદ્ધ કરે છે. જુઓ ! આ શેઠિયાઓ અને રાજાઓ બધાં દુઃખી છે એમ કહે છે.
શેઠજી –પહેલાં તો દુઃખ લાગતું ન હતું, હવે લાગે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :હજી દુઃખ લાગ્યું નથી. શેઠ! શરીર ચાલતું નથી માટે દુઃખ લાગે છે પણ ખરેખર દુઃખ શું છે તેની ખબર નથી. શરીર સારું હોય, બે કરોડ રૂપિયા હોય, રાજકુમાર જેવા દીકરા હોય, એક એક દીકરો લાખ-લાખની પેદાશ લાવતો હોય તેના ઉપર લક્ષ જાય છે કે, “આ ઠીક છે' એ જ મહા દુઃખનો ભાવ છે. જડના કામ તો જડથી થાય છે અને મફતના અભિમાન કરો છો એ દુઃખ છે. મોટરમાં બેસાડીને હું બધાંને લઈ જાઉં છું એમ માનો છો તે તે મિથ્યાત્વ છે. પગને તો ચલાવી શકતાં નથી અને મોટરને તમે ચલાવી શકો? જડની અવસ્થાનું થવું આત્માને આધીન છે જ નહિ. કેમ કે, જડ તે અજીવતત્ત્વ છે અને ભગવાન આત્મા જીવતત્ત્વ છે. એક તત્ત્વ બીજા તત્ત્વનો કાંઈ સુધારો-વધારો કરી જ ન શકે
આ તો સર્વજ્ઞ વીતરાગના અજર પ્યાલા છે. પહેલાં સમજણ કરે કે, વસ્તુ આમ છે તો સમજણની રુચિ તરફ દોરાય, કેમકે “રુચિ અનુયાયી વીર્ય” પણ સમજણ જ સાચી ન હોય તો સ્વભાવની રુચિ શી રીતે થાય ?
ભગવાન આત્માનું સ્વરૂપ તો વીતરાગ પરમાનંદ સુખરૂપ છે પણ તેના અનુભવમાં પણ વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતદશા હોવી જોઈએ. તે સુખરૂપ દશા નથી તો તેનાથી પરાનુખ એવી ચાર ગતિના દુ:ખની દુઃખરૂપ દશા છે. હું રાજા. હું રંક, હ મનષ્ય એવી. કલ્પનાની જાળથી દુઃખી થાય છે.
શ્રોતા એ જ રુચે છેગોઠે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી : હા. ગોડ્યું હોય એ જ રુચે અને ત્યાં જ વીર્યનું વલણ જાય. જેની જરૂરિયાત જાણે ત્યાં તેનું વીર્ય ર્યા વિના રહે નહિ. તત્ત્વને એણે કદી ઢંઢોળ્યું જ નથી._
અહો ! ભગવાન રાગ વિનાનો વીતરાગ છે તેની પર્યાયમાં પણ વીતરાગ પરમાનંદ સુખરૂપ દશા થવી જોઈએ. જેવો છે તેવો જ પ્રવાહ આવવો જોઈએ. ગોળનો રવો તડકામાં ઓગળે તો તેમાંથી ગોળ પ્રવહે કે ઝેર પ્રવાહતું હશે ! તેમ ચૈતન્યગાળામાંથી અતીન્દ્રિય