________________
૧૪૯)
ઘરમાત્મપ્રકાશ પ્રવચનો અતીન્દ્રિય આનંદની સુવાસને ભૂલીને અજ્ઞાની તેનાથી વિરુદ્ધ, સ્ત્રી, પુરુષ, નપુસંકતા ભોગની વાસનાને કરતો થકો કર્મો બાંધીને નવા શરીરોરૂપી જગતને કરે છે. આ રીતે અનંત આત્માઓ પોતાની શુદ્ધ ચૈતન્ય સૃષ્ટિને નહિ કરતાં, અશુદ્ધ પરિણતિ વડે શરીરરૂપ સૃષ્ટિના કર્તા થાય છે,
ભગવાન આત્મા તો શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે તેનો આશ્રય નહિ, અવલંબન નહિ, શ્રદ્ધા નહિ અને આદર નહિ અને એકલી અશુદ્ધ મલિન પરિણતિના આદર વડે, એકેન્દ્રિયથી માંડીને નવમી રૈવેયક સુધીના દરેક જીવો અશુદ્ધ પરિણતિએ પરિણમતા થકાં તેના કર્તા થાય છે અને તેથી વ્યવહારનયે કર્મના કર્તા થાય છે અને એ કર્મના ઉદયે ત્રસ, સ્થાવરના શરીરો મળે છે તેનો પણ વ્યવહારનયે અજ્ઞાની કર્તા થઈને અનાદિથી ભટકી રહ્યો છે. માટે કહ્યું કે અજ્ઞાની જ પોતાના ઊંધા પરિણમન વડે જગતને કરે છે, અન્ય કોઈ ઈશ્વર કર્તા નથી. * /જેમ અશુદ્ધ પરિણતિનો કર્તા આત્મા હતો તેમ શુદ્ધ પરિણતિનો કર્તા પણ આત્મા જ છે. કેવી રીતે?—કે ત્રણ પ્રકારના વેદની વાસનાથી રહિત અતીન્દ્રિય આનંદની સુવાસથી ભરેલા ભગવાનને પોતાનાં અંતરમાં આનંદના અનુભવથી વિશ્વાસ કરતો, શુદ્ધ પરિણતિરૂપે પોતે જ પરિણમે છે; માટે કર્મના કારણે અશુદ્ધપણું આવે છે અને કર્મના અભાવે શુદ્ધપણું આવે છે એ વાત જ નથી. નિમિત્તનું જ્ઞાન કરાવવા કથન ભલે હો, પણ કર્મ જીવને શુદ્ધ કે અશુદ્ધ કરતાં નથી,
- અજ્ઞાની જીવ પોતે, જે પોતાના આનંદસ્વરૂપને ભૂલી મિથ્યાશ્રદ્ધા સહિત મલિન પરિણામે પરિણમતો થકો વ્યવહારનયે કર્મ અને શરીરનો કર્તા થાય છે તે જ આત્મા પોતાના શુદ્ધસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિની પર્યાયે પરિણમીને અશુદ્ધ પરિણતિનો હોં થાય છે, બીજો કોઈ તેનો હર્તા નથી.
પ્રભુ! તું જ તારો કર્તા અને તું જ તારો હર્તા છો. બીજો કોઈ જગતનો નિયંતા કર્તા-હર્તા છે જ નહિ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ આત્મા પોતે જ છે. કેમ કે પોતે જ પોતાના વિકારની સૃષ્ટિ રચે છે અને પોતે જ તેનો નાશ કરે છે. પોતાના અશુદ્ધ પરિણમનનો કર્તા હતો તે જ પોતાના શુદ્ધ પરિણમનનો કર્તા થઈને અશુદ્ધ વિકારનો હર્તા થાય છે.
આહાહા ! જીવને કોઈ તારી દે, ઉગારી દે કે કોઈ મારી દે એવી કોઈ ચીજ જ જિગતમાં નથી. કર્મ એને હેરાન કરે અને પરમાત્મા ઉગારી દે એ વાત જ નથી. તું જ તને ડૂબાડે અને તે જ તને ઉગારે છો./
ભગવાન એમ ફરમાવે છે કે તું જ તારી શુદ્ધ પરિણતિનો કર્તા થઈને વિકારનો હર્તા થા ! અજ્ઞાનદશામાં તું જ વિકારનો કર્તા થઈને શુદ્ધતાનો હર્તા થતો હતો હવે