________________
પ્રવચન-૨૭ ]
| ૧૪૭
જ્ઞાનદશામાં તું જ શુદ્ધ થઈને અજ્ઞાનનો હર્તા થા! અન્ય કોઇ હરિહરાદિ ઇશ્વર તારા જગતના કર્તા-હર્તા નથી.
હવે ભાવાર્થમાં મુનિરાજ કહે છે શુદ્ધનયથી જોતાં એટલે કે સમ્યક્ શ્રુતજ્ઞાનથી જોતાં વસ્તુ શુદ્ધ જ છે, અતીન્દ્રિય શુદ્ધ પરમાનંદથી ભરેલું તત્ત્વ છે, તોપણ અનાદિથી સંસારમાં જ્ઞાનાવરણાદિ કર્મોના બંધનથી ઢંકાઈ રહ્યો છે. અશુદ્ધનયથી પોતાની અશુદ્ધ પરિણતિથી ઢંકાઈ રહ્યો છે અને વ્યવહારનયથી આત્મા કર્મોથી ઢંકાય રહ્યો છે તેમ કહેવાય છે.
આમ જો કે શુદ્ધનયથી આત્મા શુદ્ધ હોવા છતાં વ્યવહારનયથી કર્મથી ઢંકાઈ રહ્યો છે તેથી વીતરાગ, નિર્વિકલ્પ સહજાનંદ અદ્વિતીય સુખના સ્વાદને પામતો નથી. જેની જગતમાં બીજી જોડ નથી એવા અજોડ-અદ્વિતીય સુખનો સ્વાદ તેને મળતો નથી. ચક્રવર્તી અને ઇન્દ્રો આદિનો આનંદ તો ઝેરવાળો આનંદ છે તેનાથી વિપરીત આત્માનો અજોડ-સિદ્ધ જેવો આનંદ તેને નહિ પામતો મિથ્યાર્દષ્ટિ સંસારમાં પરિભ્રમણ કરે છે.
સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના શરીર અને ત્રસ એટલે બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચૌઈન્દ્રિય, નારકી, પશુ અને મનુષ્યના શરીર અને તેમાં ત્રણ પ્રકારના લિંગ અને તેની વાસનાને અજ્ઞાની જીવ પોતે જ રચે છે. અરે, પોતાના અવેદ-નિર્વિકારી સ્વભાવના સ્વાદને નહિ પામતો અજ્ઞાની વિકારી વાસના અને સ્રી, પુરુષ, નપુંસકના લિંગોને પ્રાપ્ત કરે છે. આત્માના આનંદના સ્વાદનાં અભાવમાં વિકા૨ીના-દુઃખોના સ્વાદથી આ બધા લિંગો એને પ્રાપ્ત થાય છે.
લોકો કહે છે કે વેદ કરતાં પુરુષવેદ બહુ સારો છે. એમાં દાખલો આપે કે ચક્રવર્તીની રાણી કરતાં કૂતરો વધારે પુણ્યવંત છે કેમ કે તે પુરુષલિંગ છે ને ! અરે ! આવી વાતના બીજા વખાણ કરે પણ અહીં કહે છે ભગવાન આત્મા પોતાના આનંદના સ્વાદને અણપામતો નહિ પામતો આવા લિંગને પામે છે માટે તે એકેય હિંગ સારું નથી. પુરુષલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના સ્વાદ લેવા જાય છે તે બધાંય એક સરખા મિથ્યાર્દષ્ટિ છે.
આહાહા.... ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદના સ્વાદને નહિ પામતા, ઊંધી શ્રદ્ધા અને જ્ઞાન દ્વારા જે કર્મો બાંધ્યા તેનાથી આ લિંગો મળ્યા અને વળી તે લિંગોમાં સ્વાદ લેવા મથે છે તે નવા લિંગો મળવાના કારણને સેવી રહ્યાં છે. આ રીતે મિથ્યાર્દષ્ટિ જ આ શીરોરૂપી જગતને રચે છે. તેને મોક્ષની-છૂટવાની રીતની ખબર જ નથી. સમિતી ચક્રવર્તી ૯૬૦૦૦ રાણીના ભોગમાં પડ્યો હોવા છતાં ભોગના સ્વાદને ઝેર માને છે, દુ:ખ માને છે. પોતાના આનંદના સ્વાદની મીઠાશ આગળ સમકિતી અશુભભાવને દુઃખદાયક, ઝેર, આવી પડેલો મોટો ઉપસર્ગ માને છે. જાણે ગરમ કરેલા લોઢાના ધગધગતાં બાણ વાગતાં હોય એમ જ્ઞાનીને ભોગમાં દુઃખ લાગે છે, અને મૂઢ મિથ્યાર્દષ્ટિને તો ભોગમાં