________________
૧૪૮)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો મીઠાશ વેદાય છે એટલે મીઠાશમાં ખેંચાઈને, મિથ્યાત્વભાવથી વેદતો અનંતા નવા લિંગો અને ત્રણ-સ્થાવરના શરીરોને ઉત્પન્ન કરે છે. માટે એ જગતનો કર્તા આત્મા પોતે છે.
આ પરમાત્મપ્રકાશમાં પણ એક એક ગાથા દીઠ જુદી-જુદી જાતની વાત કરી છે.
વિવિધ પ્રકારના ત્રસ, સ્થાવર શરીરો અને લિંગોરૂપ આ જગતનો કરનાર અન્ય કોઈ ઈશ્વર નથી પણ પોતાના અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવને ભૂલેલો મિથ્યાષ્ટિ જીવ જ દુઃખદાયક અશુદ્ધ પરિણતી વડે તેને ઉત્પન્ન કરે છે. માટે તેને ટાળનારો પણ પોતે જ છે. બીજા કોઈની કૃપાથી તેનો નાશ થાય એમ બનતું નથી.
આ આત્મા જ પરમાત્માની પ્રાપ્તિના શત્રુ એવા ત્રણ વેદો દ્વારા ઉત્પન્ન થયેલી, રાગાદિ વિકલ્પ જાળને નિર્વિકલ્પસમાધિ વડે જે સમયે નાશ કરે છે તે સમયે ઉપાદેયરૂપ મોક્ષસુખનું કારણ હોવાથી પોતે જ ઉપાદેય થઈ જાય છે.
જીવ જ્યારે પોતાની નિર્વિકલ્પસમાધિ એટલે સમ્યક શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રથી રાગાદિ વિકારનો નાશ કરે છે ત્યારે ઉપાદેયભૂત મોક્ષસુખનું તે કારણ હોવાથી આત્મા ઉપાદેય બની જાય છે અંગીકાર કરવા લાયક થઈ જાય છે. એટલે શું કહ્યું?–કે આત્માની શાંતિ પ્રગટ થઈ ત્યારે–તે કાળે આત્મા અને આત્માની શાંતિ ઉપાદેય છે. તે પહેલાં તો દૃષ્ટિમાં રાગાદિ વિકાર જ ઉપાદેય હતો. ( આત્મા ઉપાદેય થયો જ્યારે કહેવાય? કે માત્ર શ્રદ્ધા કરી લે કે “આ આત્મા છે' તેનાથી આત્મા ઉપાદેય થયો ન કહેવાય પણ નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ દ્વારા અશુદ્ધતાનો નાશ કરે અને શુદ્ધતા દ્વારા આત્માનો આદર કરે ત્યારે આત્મા ઉપાદેય થયો (કહેવાય
આત્મા પરમાનંદની મૂર્તિ છે એવી શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ થાય ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય. કેમ કે તે પહેલાં તો દૃષ્ટિમાં વિકાર ઉપાદેય હતો. જ્યાં રાગ અને પુણ્યના વિકલ્પનો આદર હોય ત્યાં આત્માનો આદર ન હોઈ શકે. બન્ને વિરુદ્ધ તત્ત્વોનો આદર એકસાથે ન હોય.
આહાહા...પરમાત્મપ્રકાશે બહુ ટૂંકી અને ઊંચી વાત કરી છે. ૪૦ ગાથા પૂરી થઈ. હવે ૪૧મી ગાથામાં જે પરમાત્માના કેવળજ્ઞાનરૂપ પ્રકાશમાં જગત વસી રહ્યું છે અને જગતની મધ્યમાં પોતે ઊભો છે છતાં જગતરૂપ થતો નથી એ વાત કહે છે.
ચૈતન્યસૂર્ય ભગવાન લસલસતા જ્ઞાનપ્રકાશથી ભર્યો છે પણ કોઈ દિ નજરું કરી નહિ, તેનો વિશ્વાસ લાવ્યો નહિ, સામું જોવા પણ નવરો થયો નહિ. એ જ આત્માના કેવળજ્ઞાનરૂપ પ્રકાશમાં આખું જગત વસે છે. આત્મા જગતમાં કોઈનું કાંઈ કરનાર નથી પણ બધાનો જાણનારરૂપે પોતે રહેલો છે.