________________
છે.
સ્વ-પર-પ્રકાશકે જ્ઞાનસ્વભાવ
(સળંગ પ્રવચન નં. ૩૩)
केऽपि भणन्ति जीवं सर्वगतं जीवं जडं केऽपि भणन्ति । केऽपि भणन्ति जीवं देहसमं शून्यमपि केऽपि भणन्ति ॥५०॥
आत्मा योगिन् सर्वगतः आत्मा जडोऽपि विजानीहि । आत्मानं देहप्रमाणं मन्यस्व आत्मानं शून्यं विजानीहि ॥ ५१||
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની ૪૯ ગાથા પૂરી થઈ. હવે ૫૦મી ગાથામાં શિષ્ય પૂછે
શિષ્ય પૂછે છે કે મહારાજ આત્મા કેવો છે ! આપના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ કેવું આવ્યું છે ? કોઈ વેદાંતી આદિ તો જીવને સર્વવ્યાપક કહે છે, સાંખ્ય દર્શનવાળા તો જીવને જડ કહે છે, બૌદ્ધદર્શનવાળા જીવને શૂન્ય કહે છે અને જિનધર્મી તો જીવને વ્યવહારનયથી દેહપ્રમાણ અને નિશ્ચયનયથી લોકપ્રમાણ કહે છે. તો ખરેખર આત્મા કેવો છે અને કેવો નથી તે આપ અમને સમજાવો.
વેદાંતી આદિ જીવને સર્વવ્યાપક કહીને તેને મોટો બતાવે છે પણ સર્વમાં વ્યાપકપણાથી જીવની મોટાઈ નથી. આત્મા તો દેહપ્રમાણ છે. એમ કહીને સર્વવ્યાપકપણાનો નિષેધ કર્યો છે. કોઈ સાંખ્યમતવાળા જીવને જડ કહે છે તો વળી બૌદ્ધાદિ જીવને માલ વગરનો શૂન્ય કહે છે પણ જીવ શૂન્ય નથી. જિનધર્મી એમ કહે છે કે આત્મા દેહના સંબંધમાં રહેલો છે તે અપેક્ષાએ દેહપ્રમાણ છે પણ નિશ્ચયથી તેના પ્રદેશો લોકાકાશપ્રમાણ છે. આમ, ચાર પ્રશ્ન ઉઠાવીને શિષ્ય કહે છે કે મહારાજ! આત્મા કેવો છે અને કેવો નથી ? દુનિયા તો જુદી જુદી રીતે આત્માનું સ્વરૂપ બતાવે છે પણ આપના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ કેવું આવ્યું છે તે મને કહો.
જુઓ ! શિષ્યને એક આત્માનું સ્વરૂપ સમજવાની જ જિજ્ઞાસા છે. આત્મા શું છે! ક્યાં રહે છે ! કેટલામાં છે ! કેવડો છે ! જડ છે, શૂન્ય છે, સર્વવ્યાપક છે કે દેહપ્રમાણે છે એમ શિષ્ય ચાર પ્રશ્ન પૂછે છે.
હવે આગળ ૫૧મી ગાથામાં આચાર્યદેવ નયવિભાગ દ્વારા એટલે જ્ઞાનની વહેંચણીના પ્રકાર દ્વારા એકાન્તવાદનો નિષેધ કરીને શિષ્યના ચારેય પ્રશ્નોનું સમાધાન કરે છે કે, અપેક્ષાથી આત્મા આ સર્વપ્રકારે છે પણ એકાંતવાદથી અન્યવાદી માને છે તે બરાબર નથી. સર્વવ્યાપક એટલે આત્મા આખા લોકમાં વ્યાપેલો છે એમ નથી, શૂન્ય એટલે આત્મા પરથી