________________
10 )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો તો શુન્ય છે પણ પોતાથી શૂન્ય નથી અને નિર્વિકલ્પ સમાધિ કાળે ઇન્દ્રિય જ્ઞાન નથી એ અપેક્ષાએ જડ છે પણ સ્વસંવેદન–જ્ઞાન પણ જીવમાં નથી એમ નથી..
અર્થ :–હે પ્રભાકર ભટ્ટ ! આગળ કહ્યા અનુસાર નયના ભેદથી આત્મા સર્વગત પણ છે, આત્મા જડ પણ છે અને આત્મા દેહપ્રમાણ પણ છે અને શૂન્ય પણ છે. નયવિભાગથી આ પ્રમાણે માનવામાં કોઈ દોષ નથી. એમ તાત્પર્ય છે.
જુઓ ! આ આત્માની સ્થિતિ ! શ્રીમદ્જી એક પત્રમાં લખે છે કે અરે ! આવો મનુષ્યભવ મળ્યો અને તેમાં જો જીવનું જીવન આત્માની આવી મહાન જ્ઞાનાનંદમય હયાતીના લક્ષ અને દૃષ્ટિ વગર જાય તો તેને અમે ધિક્કારીએ છીએ. મનુષ્યભવનો સમય તો બહુ અલ્પ છે તે સમય જો આત્મા એક સમયમાં અનંત ભાવસ્વરૂપ શક્તિવાળો છે તેની દૃષ્ટિ વગર જાય તો તે ધિક્કારને પાત્ર છે.
અહીં શિષ્યને પોતાને જિજ્ઞાસા ઊઠી છે ને કે આ આત્મા કેવો છે? પરમાત્માને કેવો જોયો છે અને એવો આત્મા મને કેમ દેખાય ! એવી ધગશથી શિષ્યને જિજ્ઞાસા થઈ છે.
ભગવાન આત્મા પોતાના જ્ઞાનસ્વભાવમાં રહેલો છે. તે બધાને જાણવાના સ્વભાવવાળો છે પણ રાગ સ્વભાવવાળો નથી. પુણ્ય–પાપ અધિકારમાં લીધું છે કે આત્મા સર્વજ્ઞ સર્વદર્શિસ્વભાવવાળો હોવા છતાં એવા પોતાના સ્વભાવનો નિષેધ કરીને અને પરના અસ્તિત્વનો સ્વીકાર કરીને પોતાની વર્તમાન પર્યાયમાં સર્વનું જાણવું–દેખવું કરતો નથી. તેનો સ્વભાવ તો સર્વને જાણવા–દેખવાનો જ છે. કોઈ બીજી ચીજ મારામાં છે એવું માનવાનો એનો સ્વભાવ નથી અને કોઈ પણ પરને ન જાણે એવો પણ એનો સ્વભાવ નથી. તેના જ્ઞાનમાં સર્વનું જાણવું થાય એવો સ્વભાવ છે. કોઈ પરને મારા માની લેવા એવું એના સ્વભાવમાં નથી. સ્વ અને પર બધાંને એકસાથે જાણી લેવાનો સ્વભાવ છે. હવે જુઓ ! આવા જ્ઞાન સ્વભાવવાળા આત્માને પરને પોતાના માનીને તેમાં રોકાવું એ કેવું કહેવાય !
આત્મા વસ્તુ જ એવી છે કે જાણવું અને દેખવું એ એનો સ્વ.સ્વ.સ્વભાવ છે. છતાં એવા જ્ઞાન-દર્શન સ્વભાવી પોતાની હયાતીનો સ્વીકાર નહિ કરીને, પર અને રાગમાં જે પોતાની હયાતી માનીને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં સર્વને જાણવા-દેખવાવાળા પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. તેથી વર્તમાન અલ્પજ્ઞપર્યાયમાં સ્વભાવનું જ્ઞાન અવરાઈ ગયું છે.
આત્મવસ્તુ, તેનો જ્ઞાન-દર્શનસ્વભાવ એટલે કે સર્વને જાણવા–દેખવાના સ્વભાવવાળું તેનું અસ્તિત્વ તે આત્મા છે. આવો આત્મા દેષ્ટિમાં લીધા વિના તેણે આત્માને માન્યો છે એમ ન કહેવાય. તેને તો આ દેહનું અસ્તિત્વ એ જ મારું અસ્તિત્વ છે, તેના હોવાથી હું છું, રાગ-દ્વેષના હોવાપણાથી હું છું, પરની અનુકૂળતાથી હું છું, પ્રતિકૂળતામાં ખેદાઈ જાઉં એવો હું છું...આવી માન્યતાના કારણે તેનો સર્વજ્ઞ અને સર્વદર્શિસ્વભાવ છે તે પર્યાયમાં