________________
પ્રવચન-૭૩ ]
[ ૧૯૧ હીણો પડી ગયો છે. સંકોચાય ગયો છે. હવે એ જ જીવ જો એમ પ્રતીત કરે કે, હું તો સેર્વજ્ઞ અને સર્વદસ્વિભાવવાળો છું તો તેને વર્તમાનમાં શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન થઈ જાય છે
શ્રીમદ્રજી લખે છે કે, “અમને શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું છે.” એટલે કે એની પ્રતીતમાં હું તો જાણનાર..જાણનાર...જાણનાર સર્વજ્ઞસ્વભાવ છું એવી પ્રતીત થઈ ગઈ છે. પહેલાં શ્રદ્ધામાં પોતાને કેવળ જ્ઞાનમય માન્યો ન હતો અને હું તો રાગવાળો અને અલ્પજ્ઞ છું એમ માન્યું હતું તે સમ્યગ્દર્શનમાં પોતાને કેવળજ્ઞાનમય છું, એકલી કેવળજ્ઞાનશક્તિમય છું એમ માન્યું તે શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું કહેવાય. અને “નિશ્ચયનયના જ્ઞાન દ્વારા કેવળજ્ઞાન વર્તે છે” એટલે કે જ્ઞાનસ્વરૂપ જ છું અને “ઈચ્છાદશાએ કેવળજ્ઞાન વર્તે છે” એટલે કેવળજ્ઞાન કરવાની જ ઈચ્છા છે. આમ શ્રીમદ્જીએ શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા ત્રણેય દ્વારા કેવળજ્ઞાનમય જ છું એમ લીધું છે.
આવો ભગવાન આત્મા પ્રતીતમાં આવે ત્યારે એણે આત્માને માન્યો અને જાણ્યો કહેવાય. હરપળે આ રીતે તેની વિદ્યમાનતા વત્ય કરે તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. હું સર્વજ્ઞ અને સર્વદર્શિસ્વભાવી જ છું. હું શરીરરૂપ કે રાગ-દ્વેષરૂપ તો નથી પણ અલ્પજ્ઞ અને અલ્પદર્શિપણું એવું પણ મારું સ્વરૂપ નથી. હું તો કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંતે આનંદનો પિંડ છું. આ રીતે બહિર્મુખતામાં જે પોતાને અલ્પજ્ઞ અને રાગી માનતો હતો તે હવે અંતર્મુખ થઈ પોતાનું કેવળજ્ઞાન અને દર્શનમય અસ્તિત્વ સ્વીકારે છે ત્યાં તેને શ્રદ્ધાએ કેવળજ્ઞાન થઈ ગયું. એટલે કે હું તો જાણનાર–દેખનાર જ છું. રાગ થાય તેનો પણ જાણનાર અને શરીરની ક્રિયા થાય તેનો પણ જાણનાર છું. એ જાણવું પણ વ્યવહારથી છે હો, રાગાદિ કે શરીરાદિમાં વ્યાપ્યા વિના તેને જાણે છે.
આ તો શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું પણ જ્યારે પૂર્ણ આનંદ અને કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે ત્યારે એ કેવળજ્ઞાન વડે લોક અને અલોક બંનેને જાણે છે માટે જીવને સર્વગત કહેવામાં આવે છે. જ્યારે સર્વજ્ઞ અને સર્વદર્શિ સ્વભાવનું ભાન થઈને પર્યાયમાં સર્વજ્ઞ અને સર્વદર્શિપણું પ્રગટ થઈ જાય છે તેમાં લોકાલોક જણાય છે એ અપેક્ષાએ આત્મા લોકાલોકમાં વ્યાપ્યો છે એમ કહેવામાં આવે છે. એ ન્યાયે જીવને સર્વગત કહેવો તે સાચું છે પણ વેદાંત આદિ જે રીતે સર્વગત માને છે એ રીતે આત્મા સર્વગત નથી..
જેમ મકાનનો દસ્તાવેજ કરે ત્યારે મકાનની જગ્યાનું માપ ને દિશા વગેરેનું પાકું લખાણ કરે છે ને ! તેમ આત્મા કેવડો છે, કેટલા ક્ષેત્રમાં રહેલો છે, તેની દશા શું છે ! એ બધું પ્રમાણ અહીં વર્ણવ્યું છે.
આ આત્મા વ્યવહારનયથી લોક અલોકને જાણે છે. વ્યવહાર કેમ કહ્યો ? કે લોકાલોકને જાણવા છતાં જ્ઞાન તેમાં એકમેક થતું નથી. એકમેક થયા વગર જાણવું તેને