________________
પ્રવચન-૫૦
[ ૩૧૭
r
વસ્તુના સ્વભાવની દૃષ્ટિએ જોઈએ તો જીવવસ્તુમાં આ જન્મ-મરણાદિ કોઈ ભાવો નથી. આબાળ-ગોપાળાદિ સર્વ જીવ એ ભાવથી રહિત છે. છતાં એ ભાવને પોતાના માનવા તે
મિથ્યાત્વભાવ છે.
આત્મા તો તેને કહીએ કે જેમાં નિત્ય આનંદ જ રહે છે. આત્મામાં કાયમ અતીન્દ્રિય આનંદ રહે છે. એવા આનંદસ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતાથી જે શુદ્ધોપયોગ થાય છે તે સંવ૨-નિર્જરાતત્ત્વ છે. એવું સંવર-નિર્જરા તત્ત્વ તારે ઉત્પન્ન કરવા લાયક છે તેના બદલે પરનો પ્રેમ કરીને પરના લક્ષે તું શુભ-અશુભભાવને ઉત્પન્ન કરે છે તે આસ્રવતત્ત્વ છે, તેનાથી તો કર્મોનું બંધન થાય છે. અજીવતત્ત્વનો બંધ થાય છે. તેનાથી આ જન્મ-મરણ, રોગ, શોક, ભય આદિ ઉત્પન્ન થાય છે. પુરુષલિંગ, સ્ત્રીલિંગ, ચાર પ્રકારની સંજ્ઞા આદિ પણ તેનાથી ઉત્પન્ન થયા છે, તેને આત્માના માનવા તે મિથ્યાર્દષ્ટિનું લક્ષણ છે.
આ નવ તત્ત્વની મર્યાદા છે, તેની ખબર વગર ધર્મ ન થાય ભાઈ! નિજ શુદ્ધાત્મભગવાનનું વીતરાગી પરિણિત દ્વારા ધ્યાન કરવું તે ધર્મ છે. તેવું ધ્યાન ન કરતાં પરના લક્ષના ધ્યાનમાં જે શુભ-અશુભભાવ થાય છે તે આત્માના ધ્યાનથી વિપરીત એવા આર્ત્ત અને રૌદ્રધ્યાન છે. એવા ધ્યાનથી જડકર્મો બંધાય છે તે અજીવતત્ત્વ છે તેનાથી જન્મ-મરણ, લિંગાદિ થાય છે તે કર્મના કારણે થાય છે તે જીવનો સ્વભાવ નથી. બે શબ્દ બોલતાં આવડે તેમાં અધિકતા થઈ જાય છે એ બધાં મિથ્યાત્વના લક્ષણ છે. કેમ કે એ તો રાગની મંદતાથી થયેલો ક્ષયોપશમ છે તેનાથી પોતાની મોટાઈ માને છે તેને પોતાના સ્વભાવની ખબર જ નથી. હું અખંડાનંદ પરમાત્મા છું એવી તેને પ્રતીતિ નથી.
અજ્ઞાનીએ દયા, દાનાદિ પરિણામથી પોતાની અધિકતા માની છે તેથી એ ભાવ વડે બીજાને પણ પોતાની અધિકતા બતાવે છે એ બધાં મિથ્યાદૃષ્ટિના લક્ષણ છે. ‘આત્મા શું વસ્તુ છે' એ વાત વાસ્તવિક રીતે અનંતકાળમાં એણે સાંભળી જ નથી. નિશ્ચયનયથી આત્મા કેવળજ્ઞાનાદિ અનંતગુણોથી પૂર્ણ છે.
આ તો પરમાત્માનો પ્રકાશ કરનારું શાસ્ત્ર છે ને! આત્મા પરમ સ્વરૂપ જ્ઞાનથન ચૈતન્યદળ શાંત વીતરાગરસનો પિંડ છે. નિશ્ચયથી આત્મા ૐવળજ્ઞાન એટલે કેવળજ્ઞાનની પર્યાયવાળો એમ નહિ પણ માત્ર જ્ઞાન, કેવળ દર્શન, એકલો આનંદ, એકલી શાંતિ, એકલા ચારિત્ર અને પ્રભુતાનો પૂંજ છે. પર્યાયની અપૂર્ણતાની વાત નથી, આ તો અનંત ગુણોથી પૂર્ણ છે એવા દ્રવ્યની વાત છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પરમેશ્વરતા પૂર્ણ પ્રભુતા આદિ કેવળ-એકલા ગુણોનો પિંડ તે આત્મા છે તેની શોભા પર વડે માનવી-વૈભવ વડે માનવી, રાગથી પોતાની અધિકતા માનવી કે જ્ઞાનના ક્ષયોપશમથી અધિકાઈ માનવી તે આત્માની દૃષ્ટિથી વિપરીતષ્ટિ છે. બીજાં કરતાં અધિકતા બતાવવા જાય છે પણ તેમાં આત્માની હીણપ થાય છે—એ ખબર છે !