________________
૩૧૮
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો જેને કેવલ જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ આત્મામાં અહમ્ ન થયું અને અપૂર્ણ જ્ઞાનનું અભિમાન થયું, શુભરાગનું અભિમાન થયું, પરથી પોતાની મોટાઈ ભાસી તે બધા મૂઢ મિથ્યાષ્ટિ છે. ભાષા વડે થોડું પ્રરૂપણ કરતાં આવડે ત્યાં એને એમ થાય કે, બીજાને આવું પ્રરૂપણ આવડતું નથી, મને આવડે છે. અરે ભાઈ! ભાષા વડે તે તારી અધિકતા માની? એ ઝેર છે. ભાષા તો કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલી છે. આત્માને ભાષા ન હોય. પૂર્ણ ગુણોથી પૂર્ણ પ્રભુને અપૂર્ણજ્ઞાનવાળો કે રાગવાળો કે કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા બીજાં ભાવોવાળો માનવો તે બધું મિથ્યાત્વ છે.
આ બધી સ્પષ્ટતા થાય ત્યારે બધાંને ઝીણું પડે છે. દૃષ્ટાંત આપીએ ત્યાં એની પોલ ખુલ્લી પડી જાય છે. ઓધે ઓથે વાત કરીએ તો સારું લાગે પણ ભાઈ ! સમજાવવાની રીતમાં એ રીતે સમજાવાય ત્યારે જ ખ્યાલ આવે.
અહીં તો આચાર્યદેવ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવે છે . જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, પ્રેભુતા આદિ અનંતગુણોથી પરિપૂર્ણ...પરિપૂર્ણ ભરેલ ચૈતન્ય વસ્તુ તે આત્મતત્ત્વ છે. તે સિવાયના લિંગાદિ સર્વ ભાવો કર્મજન્ય ઉપાધિ છે. પોતાની પર્યાયમાં રાગાદિ થાય છે એ પણ કર્મજન્ય ઉપાધિ છે, આત્માનો એ ભાવ નથી અને અલ્પજ્ઞતા આદિ એક સમયના આશિકભાવથી આત્માની અધિકતા માનવી તે પૂર્ણાનંદ પ્રભુની દૃષ્ટિથી વિરુદ્ધ છે.
આત્મા કેવો છે?—વત્તજ્ઞાનાદિ અનન્ત ઃ કૃત્વા.......જેમાં જ્ઞાનાદિ એક એક ગુણની બેહદતા અનંતતા છે એવા અનંતા અનંતા ગુણોનું પરિપૂર્ણ રૂપ તે આત્મા છે. એ નિશ્ચયનો આત્મા છે. પર્યાયમાં અલ્પજ્ઞતા આદિ છે તે વ્યવહારનયનો આત્મા છે અર્થાત્ વ્યવહારનયે તેને આત્મા કહેવાય છે પણ તે આત્માનું નિશ્ચયસ્વરૂપ નથી. વ્યવહારનયનો આત્મા ભૂતાર્થ નથી પરિપૂર્ણ વસ્તુ નથી.
સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વર પરમેશ્વરદેવે તો જ્ઞાન-દર્શન, આનંદાદિથી પૂર્ણ આત્માને આત્મા કહ્યો છે. તે અપૂર્ણ, વિકારી કે સંયોગવાળો નથી. એવો તારો પરિપૂર્ણ આત્મા અનાદિની પરંપરા પ્રાપ્ત જન્મ, જરા અને મરણથી ભિન્ન છે. છતાં મારો જન્મ થયો અને મારે મરણ થશે એમ માનો છો તો તે પરિપૂર્ણ ભગવાનને શ્રદ્ધામાંથી છોડી દીધો છે. એખડેપ્રભુની દૃષ્ટિની તને ખબર નથી. આત્મા પોતાના પરિપૂર્ણ ગુણોથી અભિન્ન છે પણ જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા અને રોગથી ભિન્ન છે. જે ભગવાન થઈ ગયા તે જન્મ-મરણાદિથી રહિત છે એ તો છે જ પણ અત્યારે દરેકનો આત્મા પણ જન્મ-મરણાદિથી રહિત છે એમ કહેવું છે.
પરિપૂર્ણ તત્ત્વને રોગવાળો માનવો તે ભ્રમ અને અજ્ઞાન છે, પાપદષ્ટિ છે અર્થાત્ મિથ્યાષ્ટિ-અસત દષ્ટિ છે. શોક એ પણ કર્મજન્ય ઉપાધિ છે. આત્મા શોકથી ભિન્ન છે તેમ ભયથી પણ ભિન્ન છે. જો આત્મા ભયથી તન્મય હોય તો ભય કદી છૂટે જ નહિ પણ