________________
परमात्मने नमः ।
શ્રીમદ્યોગીન્દુદેવ-વિરચિત
પરમાત્મપ્રકાશ જ
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચન
( ધ્યાનાગ્નિ દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ
(પ્રવચન નં. ૧) આ, શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર શરૂ થાય છે. શાસ્ત્રમાં બે ટીકા આપેલી છે. અહીં શ્રી બ્રહ્મદેવકૃત ટીકાનો પ્રથમ કળશ શરૂ કરીએ છીએ.
चिदानन्दैकरूपाय जिनाय परमात्मने ।
परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः ॥१॥ આ શ્લોકનો અર્થ કરતાં પહેલાં પંડિત દૌલતરામજીકૃત ભાષાટીકાનું મંગલાચરણ
લીધું છે.
(દોહા) चिदानन्द चिद्रूप जो, जिन परमातम देव । सिद्धरूप सुविसुद्ध जो, नमों ताहि करि सेव ॥१॥ परमातम निजवस्तु जो, गुण अनंतमय शुद्ध । ताहि प्रकाशनके निमित, वंदू देव प्रबुद्ध ॥२॥