________________
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જ્ઞાનાનંદસ્વરૂપ જે વીતરાગી પરમાત્મા–જેમની દશા શુદ્ધરૂપ અને સુવિશુદ્ધ છે, તેવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. ખરેખર તો જેવા પરમાત્મા છે તેવી જ મારી નિજવસ્તુ છે. એક સમયની રાગ-દ્વેષરૂપ પર્યાયને ગૌણ કરીએ તો મારું દ્રવ્ય પરમાત્મા સમાન જ છે, મારા અનંત ગુણો પણ શુદ્ધ છે. મારા શુદ્ધસ્વરૂપના પ્રકાશન માટે હું પરમાત્મદશા પામેલાં પ્રબુદ્ધ દેવને નમસ્કાર કરું છું. આ મંગલાચરણ થયું.
હવે બ્રહ્મદેવકૃત પ્રથમ શ્લોકનો અર્થ કરે છે કે શ્રી જિનેશ્વરદેવ આનંદરૂપ, શુદ્ધપરમાત્મા ચિદાનંદ ચિતૂપ છે. તેમને મારા સદાકાળ નમસ્કાર હો. મારે માટે તે પરમાત્મા જ ત્રણેકાળ આદરણીય છે, વંદનીય છે અને તેમના જેવી પૂર્ણ દશા પ્રાપ્ત કરવા લાયક છે માટે હું અંતરમાં પરમાત્મદશાનો પ્રકાશ કરવા માટે અને બહારમાં આ “પરમાત્મપ્રકાશ' ગ્રંથના પ્રકાશન માટે સિદ્ધરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું.
ભગવાન કેવા છે? કે શુદ્ધ પરમાત્મસ્વરૂપના પ્રકાશક છે. નિજ અને પરના સ્વરૂપને પ્રકાશનારા છે, જેનો આત્મા કૃતકૃત્ય છે, જેને પૂર્ણાનંદની પ્રાપ્તિ સિદ્ધ થઈ છે એવા પરમાત્માને નમસ્કાર કરીને “પરમાત્મપ્રકાશ' ગ્રંથનું વ્યાખ્યાન શરૂ કરું છું. (આ બ્રહ્મદેવનું માંગલિક થયું.)
પંડિત દૌલતરામજી અને બ્રહ્મચારી બ્રહ્મદેવકૃત મંગલાચરણ કર્યા પછી હવે પરમાત્મપ્રકાશના રચયિતા વનવાસી દિગંબર સંત યોગીન્દ્રદેવ માંગલિક કરે છે.
જેમ લગ્નમાં પહેલાં માણેકસ્થંભ નાંખે છે ને ! તેમ અહીં પણ શાસ્ત્ર શરૂ કરતાં પહેલાં માંગલિક કરે છે.
જે ભગવાન થઈ ગયા તે પણ પહેલાં તો પર્યાયમાં મલિન હતા, અનાદિથી કાંઈ પર્યાયમાં શુદ્ધ ન હતાં. તેણે ધ્યાનરૂપી અગ્નિ વડે એટલે અનાદિથી જે ધ્યાન રાગ-દ્વેષ અને વિકારનું હતું તે ધ્યાનની દિશા પલટીને સ્વભાવ તરફ કરી ધ્યાનાગ્નિ વડે અષ્ટકર્મોને નષ્ટ કર્યા છે તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.
કેટલાક પંડિતો એમ કહે છે કે આત્માની પર્યાય રૂપી છે. પણ અરે ભાઈ! આત્માની પર્યાય કદી રૂપી ન હોય, એ તો વિકાર પર્યાય છૂટી જાય છે એ અપેક્ષાએ તેને રૂપી કહી છે. આત્માની બધી પર્યાય વિકારી નથી. અસ્તિત્વ, વસ્તૃત્વ, પ્રમેયત્વ આદિના પર્યાયો અવિકારી છે અને શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, કર્તા-કર્મ આદિની પર્યાયો વિકારી છે.
આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય બધું અમૂર્ત અને અરૂપી જ છે. પણ વિકારી પર્યાય સ્વભાવમાં રહી શકતી નથી, છૂટી જાય છે એ અપેક્ષાએ તેને કેટલીક જગ્યાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે અને રૂપી પર્યાય પણ કહી છે. અપેક્ષા સમજવી જોઈએ.
સર્વજ્ઞદેવ સિવાય આ વાત ક્યાંય નથી. અન્ય મતના કહ્યા અનુસાર ધ્યાન કરવા