________________
પ્રવચન-૬૨ )
( ૪૦૧ બહિરંગ નિમિત્ત છે. તેથી તેને સાધક પણ કહેવાય છે અને નિશ્ચયનું સહકારી કારણ પણ કહેવાય છે.
હવે મોક્ષમાર્ગ શું છે તે કહે છે–મિથ્યાત્વ રાગાદિ સમસ્ત વિકલ્પજાળને છોડીને પરમાત્મતત્ત્વમાં પરમસમરસીભાવના પરિણમનથી આત્મા જ મોક્ષમાર્ગ છે.
આ બે ગાથામાં બધી જ સ્પષ્ટતા છે. નિશ્ચયની સાથેના વિકલ્પને અને શાસ્ત્રજ્ઞાનાદિના વ્યવહારને “સાધક' કહ્યો છે, તેને જ બહિરંગકારણ કહ્યાં છે, તેને જ પરંપરા મોક્ષના કારણ કહ્યાં છે અને તેને જ હવેની ગાથામાં હેતુ” કહેશે.
આત્મા જ “મોક્ષમાર્ગ છે એમ કહીને એ કહેવું છે કે વચ્ચે જે વ્યવહારરત્નત્રયના વિકલ્પ આવે છે તે આત્મા નથી. અંતરંગમાં શુદ્ધાત્મા ચૈતન્ય ભગવાન આત્માનો અનુભવ તે જ્ઞાન છે. તે જ્ઞાનપૂર્વક ભાવસંયમ, ભાવતપ અને ભાવશીલના પરિણમનથી જે ઉપાદેયસુખ—અતીન્દ્રિયસુખ પ્રગટ થાય છે તે આત્મા જ છે. આત્માનો સાધક પણ આત્મા જ છે માટે આત્મા જ ઉપાય છે. અતીન્દ્રિય આત્માના સાધકપણે આત્મા જ ઉપાદેય છે. બીજો વિકલ્પ આદિ આવે છે તે જાણવાલાયક છે પણ તે ઉપાદેય નથી.
આ ૯૩મી ગાથામાં દર્શન, જ્ઞાન, તપ, સંયમ, શીલ અને મોક્ષમાર્ગ આ છે બોલ થયાં. હવે આગળ ૯૪મી ગાથામાં નિજ શુદ્ધાત્મા સિવાય દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ બીજું કાંઈ નથી એમ કહીને વધારે સ્પષ્ટતા કરે છે.
નિજ શુદ્ધાત્માને છોડીને નિશ્ચયનયથી બીજું કોઈ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી એમ અભિપ્રાય મનમાં રાખીને ગાથા કહી છે. હે જીવ! આત્માને છોડીને બીજું કાંઈ પણ દર્શન નથી. બીજું કાંઈ જ્ઞાન નથી અને બીજું કાંઈ ચારિત્ર નથી એમ તું જાણ અર્થાત્ આત્મા જ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એવું સંદેહરહિત જાણ.
ગુરુ શિષ્યને કહે છે કે હે ભવ્ય ! તારા આત્માની પ્રતીતિ તે આત્મા છે, તારા આત્માનું સ્વસંવેદન-અનુભવજ્ઞાન તે આત્મા છે અને શુદ્ધ ચિદાનંદમાં રમણતા તે આત્મા છે. આત્માને છોડીને અન્યમાં તારું દર્શન, જ્ઞાન, ચારિત્ર હોતું નથી. એમ તું નિઃસંદેહ જાણ.
ભાવાર્થ –જોકે છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થનું શ્રદ્ધાન, કાર્ય-કારણભાવથી નિશ્ચયસમ્યકત્વનું કારણ હોવાથી વ્યવહારસમ્યકત્વ કહેવાય છે અર્થાત્ વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય છે તોપણ નિશ્ચયનયથી એક વીતરાગ પરમાનંદ સ્વભાવવાળો નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે, એવા રુચિરૂપ પરિણામથી પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચય સમ્યત્વ છે.
જુઓ ! અહીં નિશ્ચય-વ્યવહારને કાર્ય-કારણ કહ્યાં, સાધ્ય-સાધન પણ કહ્યાં, વ્યવહારને નિશ્ચયનું પરંપરાકારણ પણ કહેવાય અને આગળ હેતુ કહેશે. તે દરેકમાં શબ્દો ફેરવીને