________________
*o
/
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કહે છે પણ ભાવ એક જ છે કે છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, નવપદાર્થ આદિનું શ્રદ્ધાન તે નિમિત્તકારણ છે અને નિશ્ચયસમકિત તે ઉપાદાનકાર્ય છે તેથી તે નિશ્ચયસમકિતનું કારણ હોવાથી તેને વ્યવહારસમકિત કહેવામાં આવે છે. વ્યવહાર આવે છે, વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય છે.
ભગવાન આત્માને પોતાના શુદ્ધ અનુભવમાં જે નિશ્ચયપ્રતીતિ થઈ તે આત્મા છે તેની સાથે વિકલ્પમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ, પાંચ અસ્તિકાય આદિની શ્રદ્ધાનો વિકલ્પ છે તેને નિશ્ચયશ્રદ્ધાનું નિમિત્તકારણ અથવા સાધન ગણવામાં આવે છે. વ્યવહારને નિશ્ચયનો હેતુ કહો, સાધન કહો, કારણ કહો કે અનાત્મા એવો વિકલ્પ કહો બધું એક જ છે.
વસ્તુ તરીકે–દ્રવ્ય તરીકે તો જેવો સર્વજ્ઞનો આત્મા છે તેવો જ આ આત્મા છે. રાગનું અવલંબન છોડીને સ્વભાવના અવલંબનથી જે નિશ્ચય સમ્યક સ્વાશ્રય થાય તેને આત્માની નિશ્ચય પ્રતીતિ કહેવાય છે. તેની સાથે સાતતત્ત્વની શ્રદ્ધા થાય છે તેને વ્યવહારશ્રદ્ધા કહેવાય છે. તે નિશ્ચયશ્રદ્ધાનું કારણ છે, હેતુ છે, બહિરંગ સાધન છે અથવા પરંપરાકારણ છે અથવા સહકારી કારણ છે એમ પણ કહેવાય છે. આમ વ્યવહારને જુદાં જુદાં શબ્દોથી સમજાવીને સ્પષ્ટ કર્યો છે કે તે મૂળ આત્મા નથી. ગાથામાં તો આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે તે સિવાય બીજું કાંઈ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી એટલું જ કહ્યું છે પણ ટીકાકારે તેમાંથી વ્યવહાર કાઢીને વધુ સ્પષ્ટ કર્યું છે. કોઈને એવી રીતે સમજાવવાનો વિકલ્પ હોય તો એમ પણ સમજાવે છે. પંચાસ્તિકાયની ૧૭૨ ગાથામાં પણ આચાર્યદેવે એવો વિશેષ અર્થ કાઢ્યો છે.
નિશ્ચયે આત્માનું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. તેની અંતરર્મુખ થઈને આત્માના અમૃતના વેદન સાથે પ્રતીતિ થવી તેને નિશ્ચયસમ્યગ્દર્શન કહે છે. તે આત્મા જ છે. આત્માથી અન્ય બીજું કાંઈ નથી. એ વાત પ્રથમ કહીને પછી વ્યવહારથી વ્યવહાર છે તેની વાત કરી છે કે નિશ્ચય-સમકિતની સાથે તેના કારણરૂપ એવી વ્યવહારશ્રદ્ધા હોય છે તે શું?–કે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ આદિ જેમ છે તેમ શ્રદ્ધામાં લેવાં તે વ્યવહાર-સમકિત છે. આ વ્યવહાર-સમક્તિ તે નિશ્ચય-સમકિતનું સાધન છે, કારણ છે, નિમિત્ત છે અથવા બહિરંગ સહકારી કારણ છે. પણ તેનો અર્થ એવો નથી કે વ્યવહાર પહેલાં હોય અને પછી નિશ્ચય થાય. વ્યવહાર અને નિશ્ચય બંને સાથે જ હોય છે. એમ તેનો અર્થ બરાબર સમજવો જોઈએ.
ભાઈ ! તારું સમ્યગ્દર્શન તો તારામાં છે તું જ છો, કાંઈ બીજું નથી. તે તારી વીતરાગી પર્યાય છે માટે તેને અમે આત્મા કહીએ છીએ. તારું સમ્યકત્વ તારામાં જ હોય, બીજે ક્યાંય ન હોય. એમ ગાથામાં કહીને ટીકામાં કહ્યું કે તારી વીતરાગી સમકિત પર્યાયની સાથે જે સાત તત્ત્વની શ્રદ્ધાનો રાગ છે તે વ્યવહાર સમકિત છે. માટે તે નિશ્ચયની સાથે રહેલું બહિરંગકારણ અથવા હેતુ છે. એમ કહીને તે વિકલ્પ છે માટે આત્મા નથી એ ભાવ