________________
પ્રવચન-૬ર )
( ૪૦૩ પણ તેમાંથી નીકળે છે. વ્યવહાર તે નિશ્ચયનું નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નથી એમ કહેવાનો આશય છે. નિશ્ચયસાધ્યની સાથે જ તેનું વ્યવહારસાધન હોય છે એમ સમજવું.
વ્યવહાર સાધક છે અને નિશ્ચય સાધ્ય છે તોપણ નિશ્ચયનયથી એક વીતરાગ પરમાનંદસ્વભાવવાળો શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવા રુચિરૂપ પરિણામથી પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચય સમકિત છે. નિશ્ચય સમકિત વિના વ્યવહાર હોતો પણ નથી કેમ કે નિશ્ચય પ્રગટ થયા વિના વ્યવહારનો આરોપ કોના ઉપર થઈ શકે ! પરમાર્થ સ્વભાવના ભાન વગર તો ધર્મની શરૂઆત જ થતી નથી.
હવે કહે છે કે જોકે નિશ્ચયસ્વસંવેદન જ્ઞાનનું સાધક હોવાથી શાસ્ત્રનું જ્ઞાન પણ જ્ઞાન જ છે તોપણ નિશ્ચયનયથી વીતરાગસ્વસંવેદનજ્ઞાનરૂપ પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચયજ્ઞાન છે. જુઓ ! અહીં ધ્યાન રાખજો. વ્યવહારથી શાસ્ત્રનું જ્ઞાન નિશ્ચયજ્ઞાનનું સાધક અથવા હેતુ અથવા બહિરંગકારણ હોવાથી તેને પણ જ્ઞાન જ કહેવાય છે. શાસ્ત્રનું ઉઘાડજ્ઞાન જે વિકલ્પાત્મક છે તેને નિશ્ચયનું બહિરંગ સાધન, હેતુ ગણીને નિમિત્તકારણ તરીકે કહ્યું છે પણ નિશ્ચયથી તો જ્ઞાનસૂર્ય પ્રભુ વીતરાગ સ્વસંવેદનજ્ઞાનપણે પરિણમે તે જ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન તે જ આત્મા છે. શાસ્ત્રજ્ઞાન તો અનાત્મા છે.
શ્રોતા –સાહેબ ! શાસ્ત્રજ્ઞાનને અનાત્મા કેમ કહ્યું?
પૂજ્ય ગુરુદેવશ્રી :–શાસ્ત્રજ્ઞાન અનાત્મા છે કારણ કે આત્માના જ્ઞાનથી તેની જાત વિરુદ્ધ છે. જ્ઞાનથી જ્ઞાનને વેદે, વીતરાગ સ્વસંવેદન પ્રગટ કરે તે આત્મા છે તે જ સાધ્ય છે, તે સાધ્ય પ્રાપ્ત કરવામાં શાસ્ત્રજ્ઞાન નિમિત્ત છે, હેતુ છે, બહિરંગકારણ છે પણ આત્માની જાતનું નહિ હોવાથી તે અનાત્મા છે.
મુમુક્ષુ :–દાખલો આપીને સમજાવો તો ખ્યાલ આવે.
પૂજ્ય ગુરુદેવશ્રી : આમાં દાખલાની ક્યાં જરૂર છે! છતાં લ્યો દાખલો લઈએ. સોનાનો તોલ થાય છે ત્યારે લાખ તેની સાથે જ હોય છે એટલે લાખનો તોલ પણ સોનાની સાથે આવી જાય છે પણ લાખ છે તે સોનુ નથી. પાણીમાં નાંખીને તોલ કરો તો એકલા સોનાનો સાચો તોલ થાય છે. બાકી બહારમાં તો લાખ સહિત જ સોનાનો તોલ થાય છે તેમ આ ચિદાનંદ ભગવાન આત્માનું નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન તે જ સાચું જ્ઞાન છે તે સોનાના સ્થાને છે. શાસ્ત્રનું જ્ઞાન તો લાખ સમાન છે. છદ્રવ્ય, નવપદાર્થ આદિનો વિકલ્પ ઊઠે છે તે લાખ સમાન છે. તેને પ્રમાણજ્ઞાનમાં નિમિત્તે તરીકે કહ્યું છે પણ નિશ્ચયમાં તે કોઈ વસ્તુ નથી, તે આત્મા નથી માટે તેને અનાત્મા કહ્યું છે.
આ તો ધર્મના નામે બહુ ગડબડ ચાલે છે તેથી આટલું સ્પષ્ટીકરણ કરવું પડે છે. નિશ્ચય નામ સત્યદૃષ્ટિથી જોઈએ તો સત્ય ત્રિકાળ જ્ઞાનમૂર્તિ આત્માનું જ્ઞાન થાય