________________
808 ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો તેને જ સત્યજ્ઞાન, આત્મજ્ઞાન અર્થાત્ નિશ્ચયજ્ઞાન કહેવાય છે. તેની સાથેના શાસ્ત્રજ્ઞાનને નિમિત્ત ગણીને, હેતુ ગણીને, સાધન ગણીને નિશ્ચયનું સાધક કહેવાય છે પણ તે અનાત્મા છે. વ્યવહાર જેને આત્મા કહે છે તેને નિશ્ચય આત્મા તરીકે સ્વીકારતો નથી.
- ૯૩મી ગાથામાં જ્ઞાન-દર્શનમાં વ્યવહાર બતાવ્યો ન હતો તે અહીં ૯૪માં કહી દીધો. બંનેમાં વાત તો એક જ કહેવી છે. નિર્વિકલ્પ નિજાનંદમૂર્તિ તે આત્મા છે. વિકલ્પો ઊઠે છે તે તો આસવતત્ત્વ છે, આત્મતત્ત્વ નથી. વ્યવહાર-સમક્તિ તે રાગ હોવાથી આસવતત્ત્વ છે.
ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનાનંદના તેજથી ભરેલો સૂર્ય છે. આત્મા અરૂપી છે તેથી દેખાતો નથી પણ તે એક વસ્તુ છે. તેમાં અનંત ગુણરૂપી રત્નો રહેલાં છે માટે તે ચૈતન્ય રત્નાકર છે. શરીરને અજ્ઞાની એક વસ્તુ તરીકે માને છે પણ તે તો અનંત પરમાણુદ્રવ્યોનો બનેલો સ્કંધ છે અને આ તો અસંખ્યાતપ્રદેશી ચૈતન્ય એક વસ્તુ છે. આહાહા ! આત્મા અનંત જ્ઞાન, દર્શન આદિ ગુણોથી ભરેલો રત્નાકર છે. આવા આત્માની અંતરમુખ થઈને વીતરાગી શ્રદ્ધાની પરિણતિ થવી તેને નિશ્ચયસમકિત કહેવાય છે. તે આત્મા જ છે અને વ્યવહારશ્રદ્ધાને નિશ્ચયને અનુકૂળ ગણીને સાધક કહી છે પણ તે આત્મા નથી, આસવ છે, પરંતુ નિશ્ચયને અનુકૂળ હોવાથી સાધન કહેવાય છે.
૯૩મી ગાથામાં સંયમ, શીલ અને તપની નિશ્ચય-વ્યવહારથી વ્યાખ્યા હતી પણ દર્શન, જ્ઞાનની વ્યવહારની વ્યાખ્યા ન હતી તે આ ૯૪મી ગાથામાં આવી ગઈ. ૯૩માં કહ્યું કે ભગવાન આત્મા પોતાના શુદ્ધ આનંદના પરિણમનમાં પરિણમ્યો તે નિશ્ચયસંયમ છે–તે આત્મા છે. તેથી સાથે વિકલ્પમાં પાંચ ઈન્દ્રિય અને મનનો સંયમ તથા છકાયની રક્ષાનો ભાવ છે તેને નિશ્ચયસંયમને અનુકૂળ ગણીને–કારણ ગણીને વ્યવહારસંયમ કહ્યો છે. તેને સહકારી કારણ ગણ્યું છે પણ તે અનાત્મા છે. એ રીતે, અકષાયભાવે આત્માનું પરિણમવું તે નિશ્ચયશીલ છે તે આત્મા છે અને સાથે જે ક્રોધ, માન, માયા, લોભાદિના ત્યાગનો વિકલ્પ છે તે વ્યવહારશીલ છે તે આત્મા નથી પણ આસ્રવ છે. જો વ્યવહાર અને નિશ્ચય બંને એક જાત હોય તો બે નામ કેમ પડે! બંને જુદી જુદી જાતના ભાવ છે માટે તેના નામ જુદા પડ્યા છે.
જેમ સોનુ મેરૂથી શોભે છે તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદના પ્રતપનથી શોભે છે તેને નિશ્ચયતા કહેવાય છે અને બાર પ્રકારના તપને નિશ્ચયને અનુકૂળ ગણીને સાધન કહેવું તેનું નામ વ્યવહાર કહેવામાં આવે છે.
અત્યારે સમાજમાં ઘણી ગડબડ ચાલે છે. નિશ્ચય વગરના એકલા વ્યવહારને ચોથું, પાંચમુ ગુણસ્થાન માનવા લાગ્યા છે. પણ નિશ્ચય વગરનો વ્યવહાર તે વ્યવહાર પણ નથી. વ્યવહાર તે આત્મા નથી. શાસ્ત્રજ્ઞાનમાં અગિયાર અંગ ને નવ પૂર્વનો ઉઘાડ થાય તે પણ આત્મા નથી. પરાવલંબી જ્ઞાનને ધર્મી મોક્ષમાર્ગ કહેતા જ નથી. તેને પરમાર્થ જ્ઞાન કહેવાતું