________________
પ્રવચન-૬૨ ]
| ૪૦૫
નથી, તે મોક્ષમાર્ગ નથી. નિશ્ચયની સાથે હોય તે વ્યવહારને બહિરંગ સાધન કહ્યું છે પણ તે આત્મા નથી, અનાત્મા છે. જો તે પણ આત્મા હોય તો તો નિશ્ચયમાં જ ભળી જાય પણ તે આત્મા નથી માટે જુદો કહેવાય છે. નિશ્ચય અને વ્યવહાર બંને નય વિરુદ્ધ નય છે. નિશ્ચયથી વિરુદ્ધ વ્યવહાર છે અને વ્યવહારથી વિરુદ્ધ નિશ્ચય છે. વ્યવહારને નિશ્ચયનો સાધક, નિમિત્ત, બહિરંગહેતુ, કારણ આદિ કહ્યું છે. વસ્તુ તો જેમ છે તેમ છે. ઉપાદાનકારણના કાળે નિમિત્ત છે ખરું પણ તે આત્માનો ભાવ નથી. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિકલ્પ હોય જ છે પણ તે આત્માની ચીજ નથી.
વ્યવહાર પણ ભગવાને કહ્યો છે તે પ્રમાણે હોય છે. આત્માના જ્ઞાનની સાથે વિકલ્પમાં છ દ્રવ્ય અને સાત તત્ત્વનું જ જ્ઞાન હોય. જગતમાં એક જ દ્રવ્ય છે એવું જૂદું જ્ઞાન ન હોય. માટે બીજાં વિકલ્પોથી જુદો પડીને તે જ વિકલ્પ નિમિત્ત થવા યોગ્ય હોવાથી તેને નિશ્ચયનો સાધક કહેવામાં આવ્યો છે.
જીવની શુદ્ધતા તો મહાન છે પણ અશુદ્ધતાની પણ બલિહારી છે. ઊંધો પડે તે પણ છે તો પરમાત્મા ને ! એટલે ઊંધુ જોર પણ એટલું જોરદાર કરે છે. અરે ! વસ્તુના સ્વરૂપની મહિમાની ખબર નથી તેને અનુભવ તો દૂર રહ્યો પણ બધાંથી જુદા આત્માને તે લક્ષમાં પણ લઈ શકતો નથી. આત્મા દેહ, મન, વાણીથી જુદી કોઈ વસ્તુ છે એમ ખ્યાલમાં આવે તો જુદો પડવાનો પ્રયત્ન કરે. ભગવાન આત્મા દેહ, મન, વાણીથી પણ ભિન્ન જ્ઞાનદર્શનમય કોઈ મહાન વસ્તુ છે એમ ખ્યાલમાં આવે તો, દેહ, મન, વાણીથી જુદો પડી, વસ્તુને લક્ષમાં લઈ અનુભવ કરી શકે. આઠ આઠ વર્ષના કુમારને સમકિત થાય ત્યારે આ પ્રમાણે થાય છે. આત્મા ક્યાં બાળક છે ! આત્માના અનુભવની વિધિ તો દરેક જીવ માટે એક જ છે.
ભારે આ પરમાત્મપ્રકાશ ! એના રૂપે બરાબર પ્રકાશ્યો છે !
નિશ્ચયથી એટલે સત્યસ્વરૂપ વસ્તુને સત્યરૂપે સમ્યપણે પરિણમાવી વીતરાગ સ્વસંવેદન કરવું તે આત્માનું નિશ્ચયજ્ઞાન છે. વીતરાગ સ્વસંવેદન પરિણામે પરિણમેલો આત્મા જ જ્ઞાન છે. એમ કહીને અહીં પર્યાયને જ આત્મા કહી દીધો છે. ત્રિકાળ અખંડાનંદ પ્રભુ આત્મા તો ત્રિકાળ છે તેની વાત જુદી છે. અહીં તો તેના સમ્યક્ જ્ઞાનના પરિણમનને જ સત્ય, નિશ્ચય, પરમાર્થ જ્ઞાન કહ્યું છે તે જ આત્મા છે. સાથે રહેલું ‘શાસ્ત્રજ્ઞાન' સત્યની અપેક્ષાએ અસત્ય છે, વીતરાગની અપેક્ષાએ વિકલ્પ છે, સ્વાશ્રયની અપેક્ષાએ પરાશ્રય છે અને પરમાર્થની અપેક્ષાએ અપરમાર્થ છે. પણ તેને નિશ્ચયનું નિમિત્ત ગણીને સાધન....તુ... બહિરંગકારણ કહ્યું છે સમજાણું કાંઈ!
દર્શન-શાનની વાત થઈ, હવે ચારિત્રની વાત કરે છે. આ મુદ્દાની ૨કમની વાત છે કેમકે સમ્યવર્ણનજ્ઞાનવારિત્રાળિમોક્ષમાર્ન:। નિશ્ચય ચારિત્રના સાધક હોવાથી અઠ્યાવીશ મૂળગુણ