________________
૪૦૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો અને ઉત્તરગુણને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે છે તો પણ શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગચારિત્ર પરિણતિએ પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચયનયથી ચારિત્ર છે.
જુઓ ! અઠ્યાવીશ મૂળગુણ અને ઉત્તરગુણને નિશ્ચયચારિત્રના સાધક કેમ કહ્યાં?–કે નિશ્ચય ચારિત્રની સાથે જ આવો વ્યવહાર હોય છે. અજ્ઞાની–મિથ્યાષ્ટિને અઠ્યાવીશ મૂળગુણ અને છકાયની દયા આદિનો યથાર્થ વ્યવહાર હોતો જ નથી. સર્વજ્ઞના કહ્યાં અનુસાર જેને છ દ્રવ્ય તેની સંખ્યા, તેનું ક્ષેત્ર, સાત તત્ત્વ, આત્માના અનંતગુણોની પૂર્ણતા આદિનો વિકલ્પમાં યથાર્થ સ્વીકાર આવ્યો છે તેને જ અંદરમાં નિર્વિકલ્પ પ્રતીતપૂર્વક આ શ્રદ્ધાને વ્યવહાર કહેવાય છે. આવી નિશ્ચયવ્યવહાર શ્રદ્ધાવંતને જ જ્યારે અંદરમાં ચારિત્રદશા આવે છે ત્યારે વિકલ્પમાં અરિહંત દેવને વંદન, સાચા ગુરુને વંદન આદિ છ આવશ્યક અને અઠ્યાવીશ મૂળગુણોનો વિકલ્પ વગેરે અનેક પ્રકારના મુનિની ભૂમિકાને યોગ્ય વિકલ્પ કોને આવે કે જેને અંદરમાં નિશ્ચય ચારિત્રનું પરિણમન થયું છે તેને આવો વ્યવહારનો વિકલ્પ હોય છે. શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ ચારિત્રની સાથે હોવાથી તે વિકલ્પ અનાત્મા હોવા છતાં, ચારિત્રનું બહિરંગ સાધન તેને કહેવાય છે.
પોતાના પૂર્ણાનંદ સ્વભાવમાં દૃષ્ટિની થાપ મારીને તેમાં એકાકાર થઈ ગયો છે એવા પરિણમનવાળા મુનિને નિશ્ચયચારિત્ર કહ્યું છે. અનુભૂતિની સ્થિરતાનું ચારિત્ર જેને પ્રગટ્યું છે તેને જ ચારિત્ર કહ્યું છે તે સિવાય કોઈને ચારિત્ર કહેવાતું નથી. એ જ રીતે આત્માનું જ્ઞાન તે જ જ્ઞાન છે બાકી કોઈ જ્ઞાન નથી. આત્માની શ્રદ્ધા તે જ દર્શન છે બાકી કોઈ દર્શન નથી. મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પણ આ વાત નવમા અધિકારમાં લીધી છે કે એક આત્માની શ્રદ્ધા તે જ શ્રદ્ધા (દર્શન) છે બાકી સાત તત્ત્વની શ્રદ્ધા, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા, સ્વ-પરની શ્રદ્ધા એ બધો વ્યવહાર છે. પૂર્ણાનંદના નાથની અંતરમાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે જ સાચા દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે તે જ નિશ્ચય છે બાકી બધો વ્યવહાર છે. નિશ્ચય તે જ સાધ્ય છે, તે જ આત્મા છે. તે જ અંતરંગ સાધક છે માટે તે જ ઉપાદેય છે.
પરમાત્મતત્ત્વની દશા તો એ તત્ત્વમાં જ હોય, દેહમાં કે નિમિત્તમાં કે રાગમાં તેની દશા ન હોય. રાગાદિ વિકલ્પદશા એ તો આસવતત્ત્વ છે અને શરીર તો જડની પર્યાય છે તેમાંથી આત્માની પર્યાય ક્યાંથી થાય !
નિશ્ચયનો સહચર હોવાથી વ્યવહારને નિશ્ચયનો સાધક કહ્યો છે પણ નિશ્ચયસાધક તો અનંત જ્ઞાનાદિ ગુણોનો નાથ પોતે જ પરિણમતો પોતાનો સાધક થાય છે. કારણ કે સાધક નામનો ગુણ તેના પોતામાં જ પડ્યો છે. અંતરમાં પડેલો સાધકગુણ જ સાધન થઈને પરિણમે છે ત્યારે સાથે વિકલ્પમાં શું હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર સાધન કહેવામાં આવ્યું છે. ત્રણ કષાયનો અભાવ થયો છે અને વીતરાગ પરિણતિએ પરિણમ્યા છે એવા ચારિત્રવત મુનિને અઠ્યાવીશ મૂળગુણ પાળવાનો જ વિકલ્પ હોય, નગ્ન રહેવાનો