________________
પ્રવચન-૬૨ )
1 800
જ વિકલ્પ હોય બીજો વિકલ્પ ન હોય. વસ્ત્ર, પાત્ર લેવાનો વિકલ્પ ન હોય એવી વિકલ્પની મર્યાદા હોય તે બતાવીને તેને બહિરંગ સાધક કહ્યું છે.
છકાયની દયા પાળવાનો વિકલ્પ પણ દિગંબરલિંગ સિવાય અન્યમતમાં ક્યાંય હોતો નથી કેમ કે તે તો છકાયના જીવો જાણતાં પણ નથી. આમ, છકાય જીવની રક્ષા આદિ બધાં વિકલ્પોને ભૂમિકાને યોગ્ય ગણીને તેને વ્યવહારે સાધન કહ્યું છે, બહિરંગકારણ કહ્યું છે.
તાત્પર્ય એ છે કે અભેદરૂપે પરિણમેલો પરમાત્મા જ ધ્યાન કરવાયોગ્ય છે. આ સરવાળો છે. ભેદોનું જ્ઞાન કરાવ્યું પણ કોઈ ભેદ ઉપાદેય નથી. અંતરમાં દૃષ્ટિ જ્ઞાન અને રમણતામાં એકાકાર થઈને ધ્યાનરૂપે પરિણમે છે તે આત્મા જ ઉપાદેય છે, બાકી વ્યવહારાદિ વિકલ્પનું ધ્યાન કરવા લાયક નથી. માત્ર વચ્ચે આવે છે તે વિકલ્પ જાણવાલાયક છે.
સાધ્ય-સાધકભાવરૂપ નિશ્ચય-વ્યવહારના પરમસંધિકાર શ્રી સદ્ગુરુદેવનો જય હો.
સિદ્ધાંત તો એમ કહે છે કે છએ દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ હોય છે, જે સમયે પર્યાય થવાનો કાળ છે તે જ સમયે પર્યાય થાય છે. એ પર્યાય પરદ્રવ્યથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ન થાય, પણ પર્યાયની યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે એમ ભગવાનનો પોકાર છે ને અનંત દ્રવ્યોનો આવો જ સ્વભાવ છે.
-પૂજ્ય ગુચ્છેવશ્રી