________________
પોતાનો આત્મા જ તીર્થ છે, તેમાં રમણ કર !
:: 388888/WEES: %B8wાક
કારણ
(સળંગ પ્રવચન નં. ૬૩) अन्यद् एव तीर्थं मा याहि जीव अन्यद् एव गुरुं मा सेवस्व ।
अन्यद् एव देवं मा चिन्तय त्वं आत्मानं विमलं मुक्त्वा ।।६५॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે, તેના પ્રથમ અધિકારની આ ૯૫મી ગાથા છે.
શ્રી યોગીન્દ્રદેવ કહે છે કે નિશ્ચયનયથી વીતરાગભાવરૂપ પરિણત થયેલો શુદ્ધાત્મા જ નિશ્ચયતીર્થ, નિશ્ચયદેવ અને નિશ્ચયગુરુ છે.
જુઓ ! અહીં અસ્તિ-નાસ્તિથી કથન છે.
હે જીવ! તું બીજા તીર્થોમાં ન જા. બીજા એટલે વ્યવહાર તીર્થોમાં ન જા, વ્યવહાર ગુરુની સેવન ન કર અને વ્યવહાર દેવનું ધ્યાન ન કર. રાગાદિ મળ રહિત આત્મા સિવાય બીજું કોઈ તીર્થ નથી, કોઈ દેવ નથી અને કોઈ ગુરુ નથી. પોતાનો શુદ્ધાત્મા જ તીર્થ છે તેમાં રમણ કર, આત્મા જ ગુરુ છે તેની સેવા કર અને આત્મા જ દેવ છે તેનું આરાધન કર. નિર્વિકલ્પ શાંતિ અને સમાધિભાવે પરિણમેલો નિજશુદ્ધાત્મા જ તીર્થ છે, દેવ છે અને ગુરુ છે–એવા જીવને વ્યવહારે દેવ, ગુરુ અને તીર્થનું સેવન હોય છે પણ નિશ્ચયથી તેનો નિષેધ છે એમ કહેવું છે. | સર્વજ્ઞદેવ કહે છે કે તું મને ન ધ્યાવ! સર્વજ્ઞ વીતરાગ દેવાધિદેવ કહે છે કે તે જીવ ! તું મને ન સેવ. કારણ કે તારા પરમાત્મસ્વભાવની સેવનામાં જ બધું રહેલું છે. સાચા દેવ, ગુરુની સેવાનો રાગ હોય છે પણ તેમાં વિકલ્પ ઊઠે છે માટે નિશ્ચયથી તે સેવવાલાયક નથી–એમ મૂળ વાતને સિદ્ધ કરીને પછી વ્યવહાર સિદ્ધ કરશે.
વસ્તુનું સ્વરૂપ જ એવું છે તેથી સર્વજ્ઞની વાણીમાં પણ એમ આવે છે કે મારી સામે જોવાથી તારી સેવા નહિ થાય. તારો આત્મા જ નિશ્ચયતીર્થ છે તેમાં રમણ કર ! આત્મા સિવાય બહારમાં કોઈ તીર્થ નથી, કોઈ દેવ નથી કે કોઈ ગુરુ નથી. વીતરાગભાવે પરિણમેલો તારો આત્મા જ તીર્થ છે, ગુરુ છે અને દેવ છે. પહેલાં પરમાર્થ નક્કી કરીને પછી વ્યવહાર કહેશે.
- વિજ્ઞાનઘન સ્વભાવે પરિણમેલો તારો શુદ્ધાત્મા જ ખરેખર તીર્થ છે, શુદ્ધાત્મા જ દેવ છે અને શુદ્ધાત્મા જ ગુરુ છે તેનું સેવન કર. સ્વાશ્રયમાં જ તીર્થપણું, દેવપણું અને ગુરુપણું છે. પરાશ્રયમાં તો વિકલ્પ છે તે માત્ર વ્યવહાર છે ખરો પણ તે સેવવા યોગ્ય નથી. બીજી રીતે વ્યવહારને સાધક કહેશે પણ એ બંધનું કારણ છે. સાધ્ય તો એક શુદ્ધાત્મા છે.