________________
પ્રવચન-૬૩ )
[ 8oC
પૂર્ણ અતીન્દ્રિય આનંદનું પરિણમન તે સાધ્ય છે, તેનો સાધક કોણ છે?—કે વીતરાગ પરિણતિએ પરિણમેલો આત્મા તે સાધક છે, શુભ વિકલ્પ છે તે વ્યવહાર-સાધક છે, તેનું જ્ઞાન કરાવ્યું છે પણ તે ઉપાદેય નથી. નિશ્ચયથી તેની સેવાનો નિષેધ કર્યો છે. અતીન્દ્રિય આનંદમય શુદ્ધાત્માને સાધતાં સ્વ-પરનું જ્ઞાન થાય છે તેમાં વ્યવહારનું જ્ઞાન આવી જાય છે પણ નિશ્ચયથી તે સેવવાં લાયક નથી, માત્ર જાણવાલાયક છે.
સ્વરૂપનું શુદ્ધ પરિણમન તે જ નિશ્ચય આવશ્યક છે. દેવપૂજા, ગુરુ-ઉપાસના આદિ ષકર્મ કહ્યાં છે તે વ્યવહારથી કહ્યાં છે, ઉપચારથી તેને વ્યવહારે આવશ્યક કહેવાય છે. નિશ્ચયની સાથે આ પ્રકારના વિકલ્પો જરૂર આવે જ છે એ અપેક્ષાએ તેને છ આવશ્યક કહ્યાં છે. પણ તેનો અર્થ એ નથી કે તેનાથી જ આત્માના સાધ્યની સિદ્ધિ થઈ જશે.
ભાઈ ! આ તો પરમાત્મસ્વભાવના અંદરના ખેલ છે, તે પરના અવલંબનથી પૂરા થાય તેવા નથી. પોતાનું જ નિર્વિકલ્પ શાંતિ અને સમાધિનું પરિણમન થાય તે નિશ્ચય દેવ અને ગુરુ છે. જુઓ ! કહે છે કે પોતાનો આત્મા જ તીર્થ છે તેમાં રમણ કર ! મહાન અતીન્દ્રિય આનંદનું ધામ વર્તમાનમાં જ છે તેનો પ્રગટ અતીન્દ્રિય આનંદ લેવા માટે તેનું આરાધન કર ! તેમાં રમણ કર ! આત્મા જ ગુરુ છે તેની સેવા કર અને આત્મા જ દેવ છે તેનું આરાધન કર ! ત્રણેયમાં જુદાં જુદાં શબ્દ વાપર્યા છે. રમણ કર, સેવા કર અને આરાધન કર. જુદી જુદી અપેક્ષાથી એમ કથન કર્યું છે. મૂળ પાઠમાં જ... પચ્છ....મા. સેવ....ના વિજોય...એવા ત્રણ શબ્દ વાપર્યા છે કે અન્ય તીર્થમાં ન જા, અન્ય ગુરુને ન સેવ અને અન્ય દેવની આરાધના ન કર. તેમાંથી અર્થ કાઢીને એક નિજાત્માને જ સેવ, તેમાં જ રમણ કરે અને તેનું આરાધન કર એમ ઉપદેશ્ય છે.
ભાવાર્થ :–જો કે વ્યવહારથી મોક્ષના સ્થાનક સમેદશિખર આદિ તીર્થસ્થાનો અને જિનમંદિર, જિનપ્રતિમા આદિ તીર્થ છે કારણ કે ત્યાંથી ગયેલા મહાપુરુષોના ગુણોની યાદ આવે છે તોપણ સંસારથી તારવામાં સમર્થ જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નિજ આત્મતત્ત્વ છે તે નિશ્ચયથી તીર્થ છે.
અહીં વ્યવહારનયથી જેને સાધન કહ્યું છે તે નિશ્ચયની સાથેના વ્યવહારથી સાધન કહ્યું છે. તે બહિરંગ સહકારી કારણ છે, નિમિત્ત તરીકે તેને સાધક કહ્યું છે પણ તે બાધક છે, મોક્ષનો માર્ગ નથી. આત્માના ભાવ વિનાનો વ્યવહાર યથાર્થ નથી. આત્માના ભાનપૂર્વક જે વિકલ્પ આવે તેમાં જ સાચો વિનય, મહિમા, ભક્તિ આદિનો ભાવ હોય છે.
જિનબિંબના દર્શનથી નિદ્ધત્ત અને નિકાચિત્ત કર્મોનો ભૂક્કો થઈ જાય છે એ કથન પણ વ્યવહારનું છે. નિશ્ચયથી તો પોતાના જિનબિંબના દર્શનથી કર્મોનો ભૂક્કો થાય છે.
સમેદશિખર, ગિરનાર, પાવાપુરી આદિ તીર્થોમાં દર્શન કરવા જતાં ત્યાં થઈ ગયેલાં