________________
૩૮૪ )
[ આત્મપ્રકાશ પ્રવચનો અને તેમાં સ્વરૂપાચરણરૂપ વીતરાગી સ્થિરતા...આવી જે એક સમયની વીતરાગ નિર્વિકલ્પદશા છે તે આત્માનું ભાવલિંગ છે.
આ જે સ્ત્રી, પુરુષાદિ લિંગના ભેદ કે વેષના ભેદ આદિ કહ્યાં તે તો આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ક્યાંય નથી. એક સમયમાત્ર પણ તેનું અસ્તિત્વ આત્મામાં નથી. અને પુણ્ય-પાપાદિ વિકારીભાવ અને વ્યવહારરત્નત્રયના પરિણામ એ એક સમયની પર્યાયમાં છે પણ એ તો અસદ્દભૂત વ્યવહારનયથી જીવના કહેવાય છે, ખરેખર જીવનું સ્વરૂપ નથી. પણ આ જે ભાવલિંગ કે જે જીવની એક સમયની અવસ્થામાં વર્તતી સાધકદશા–વીતરાગ નિર્વિકલ્પ શાંતિ–નિશ્ચયમોક્ષમાર્ગ છે તે તો શુદ્ધાત્મસ્વરૂપનું સાધક છે તેથી ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે કેમ કે તેણે “આ જીવ વસ્તુ છે' એમ સિદ્ધ કર્યું છે, તોપણ પરમસૂક્ષ્મ શુદ્ધનિશ્ચયથી ભાવલિંગ પણ જીવનું નથી.
જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે તે ત્રિકાળ એકરૂપ જીવવસ્તુ છે. તે જીવનું મૂળસ્વરૂપ છે. અને લિંગ વેષાદિ તો તદ્દન જુદી વસ્તુ છે અને દેવ–શાસ્ત્ર–ગુરુની શ્રદ્ધા આદિનો રાગ છે. તે વિભાવ છે, સ્વભાવ નથી. રાગ છે તે ત્રિકાળસ્વભાવ તો નથી પણ વર્તમાન સ્વભાવનો અંશ પણ નથી. તેથી તેની વાત અહીં કરી નથી. અહીં તો જીવનો જે કાયમનો એકરૂપ સ્વભાવ છે તેના અવલંબનથી પ્રગટેલો એક સમયનો સ્વભાવ–વસ્તુને સિદ્ધ કરનારો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ જીવનો પર્યાય પ્રગટ થાય છે તેને પણ ઉપચારથી જીવનો કહ્યો છે. પુણ્ય-પાપ, દયા, દાન વ્રત, ભક્તિનો પર્યાય તો ઉપચારથી પણ જીવનો નથી કેમ કે સ્વભાવની જાતનો નથી, વિભાવ છે માટે નિશ્ચયથી તે જીવના ભાવ નથી.
પ્રભુ ! તારી ચીજ અનાદિ-અનંત ધ્રુવ વજ જેવી છે. તેમાંથી એક કણિયો પણ ઓછો ન થાય. જેમ વજની દિવાલમાંથી કણી પણ ખરે નહિ અરે ગઢમાંથી પણ કરી ખરતી નથી તો આ તો ચૈતન્યનો વજગઢ છે તેમાંથી એક અંશ પણ ઓછો કેમ થાય ! ન થાય, એવો ભગવાન ચૈતન્યનો અનંતગુણનો પિંડ ધ્રુવગઢ એ જીવનું સ્વરૂપને જે પર્યાયે સિદ્ધ કર્યું એવો નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનો પર્યાય પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે કેમ કે તે અંશ છે. માટે તે મૂળ વસ્તુ નથી. ભલે તે અંશ મૂળસ્વરૂપમાંથી જ આવે છે પણ મૂળસ્વરૂપમાં કાંઈ ઓછું થતું નથી એવો જે ત્રિકાળ એકરૂપ ચૈતન્યગઢ તે આત્મા છે.
મૂળ ચૈતન્ય આત્માને સિદ્ધ કરનારી નિર્મળ પર્યાય છે. વસ્તુ વસ્તુને સિદ્ધ કરતી નથી, તેની પર્યાય સિદ્ધ કરે છે માટે તે સાધક છે (સિદ્ધ કરવું એટલે સાબિત કરવું નક્કી કરવું) વસ્તુને સિદ્ધ કરનારી વીતરાગ નિર્વિકલ્પ પર્યાય પણ ઉપચારથી આત્મા છે. કેમકે મૂળ વસ્તુ તો ધ્રુવઘન છે, પરિણમન વિનાનું વજ છે, જ્ઞાન-આનંદની મૂર્તિ છે તેને જે સિદ્ધ કરે છે કે “આ આત્મા છે' એવી શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં સ્થિરતારૂપ ચારિત્ર તે ઉપચારથી જીવનું સ્વરૂપ છે.