________________
પ્રવચન-૧૯ ]
[ ૩૮૩ શુદ્ધનિશ્ચયનયથી કોઈપણ વેષ જીવના નથી, દેહના છે. દેહના વેષને પોતાના માનીને અભિમાન કરવું અને તેના વડે ધર્મ મનાવવો તે મિથ્યાદૃષ્ટિપણું છે.
દિગંબર અને શ્વેતાંબર આદિ જે દેહના આશ્રયે દ્રવ્યલિંગ છે તે ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી જીવનું સ્વરૂપ કહેવાય છે તોપણ નિશ્ચયનયથી તે જીવનું સ્વરૂપ નથી. નિમિત્ત તરીકે દિગંબર ધર્મમાં મુનિને દિગંબરપણું જ હોય, શ્વેતાંબરમતમાં શ્વેત વસ્ત્રધારી સાધુ જ હોય તેથી એ વેષ જીવના છે એમ ઉપચારથી કહેવાય પણ નિશ્ચયથી જ્ઞાનસ્વરૂપ આત્મામાં તો એવો કોઈ પ્રકારનો વેષ જ નથી. જ્યાં દેહ જ જીવનો નથી, દેહના એક એક રજકણની અવસ્થા સ્વતંત્ર થાય છે ત્યાં દેહ ઉપરના વેષને જીવના કેમ કહેવાય ! દેહના રજકણમાં ફેરફાર થાય તેને જીવ રોકી શકતો નથી. ઉપરથી ઈન્દ્ર આવીને પણ તેને ફેરવી શકતો નથી. પરમાણુની અવસ્થા જે સમયે જેવી થવાની હોય તેવી જ થાય છે કેમકે પરમાણુ પણ દ્રવ્ય છે ને ! તેનામાં પણ ઉત્પાદ વ્યય અને ધ્રુવપણું છે તેથી સમયે સમયે ઉત્પાદનો પ્રવાહ ચાલુ જ છે તેને બીજો શું કરે ! શું ફેરવી શકે ! બીજો બીજાને શું કરે! ઇચ્છા અનુસાર થાય ત્યારે મૂઢ એમ માને કે મેં કર્યું છે પણ એ તો પૂર્વના પુણ્યના નિમિત્તે વર્તમાન પરમાણુની અવસ્થા એવી થવાની હતી માટે થઈ છે, તારાથી થઈ નથી. ત્રણકાળમાં પરનું કાર્ય તારા હાથમાં નથી.
દેહ ઉપરથી કપડું ઉતારવું કે છોડવું એ જીવનું કાર્ય નથી. જડની અવસ્થા છે તેને હું કરું છું એમ માને છે તેણે પોતાને જડરૂપ માન્યો છે. જે જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાન સિવાય બીજું શું કરે ! એ તો જાણે કે જડની અવસ્થા આ પ્રમાણે થઈ છે. મુનિ થાય ત્યારે કપડાં ઉતારવાની અવસ્થા થાય છે અને એ વખતે વિકલ્પ પણ એવો જ હોય છે તેથી નિમિત્તનું જ્ઞાન કરાવવા ચરણાનુયોગમાં એવા કથન આવે કે વસ્ત્રાદિનો ત્યાગ કરીને મુનિ થવાય છે પણ નિશ્ચયથી આત્માથી કપડાંના ગ્રહણની કે ત્યાગની અવસ્થા થતી નથી.
અહા ! જ્યાં દેહ અને દેહના આકારો આત્માના નથી ત્યાં બાહ્યવેષ તો આત્માના કયાંથી હોય ! માટે દ્રવ્યલિંગ તો સર્વથા આત્માનું નથી પણ ભાવલિંગ કે જે નિર્વિકલ્પ પર્યાય છે તે પણ જીવની નથી. એ કેવી રીતે ! તે કહે છે–વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવલિંગ જો કે શુદ્ધ સ્વરૂપનું સાધન છે માટે ઉપચારનયથી જીવનું સ્વરૂપ કહેવાય છે તોપણ પરમસૂક્ષ્મ શુદ્ધનિશ્ચયથી ભાવલિંગ પણ જીવન નથી.
શુદ્ધાત્મા જે ત્રિકાળ જ્ઞાન....જ્ઞાન....આનંદ...આનંદરૂપ એકરૂપ વસ્તુ છે તે મૂળ આત્મતત્ત્વ છે –ધ્રુવ સંદેશ શક્તિરૂપ તત્ત્વ અનાદિ-અનંત એકરૂપ વસ્તુ છે તે નિશ્ચય આત્મા છે, તેની પર્યાયમાં “હું શુદ્ધાત્મા છું' એવી જે સભ્યશ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યફશાંતિની નિર્વિકલ્પ પર્યાય થાય છે તે આત્માનું ભાવલિંગ છે, સદેશ એટલે ધારાવાહી ધ્રુવ ચૈતન્યબિંબમાં “હું શુદ્ધ આનંદ સ્વરૂપ છું” એવું સમ્યગ્દર્શન, એવું જ સ્વસંવેદનજ્ઞાન