________________
૩૮૨ /
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો માગે છે તે માન્યતા જ ખોટી છે. અરે ! તારો આત્મા બીજાથી જુદો છે અને બીજાનો આત્મા તારાથી જુદો છે. બે જુદાં દ્રવ્યો એકબીજાનું શું કરી શકે ! મૂઢને પરદ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરી ન શકે એ ખબર નથી એટલે આવા કલ્પનાના ઘોડા દોડાવે છે. આ જ રીતે મિથ્યાભાવનાથી સંસાર ઘડાયેલો છે. મિથ્યાત્વના પાયા ઉપર સંસારનું ઘડતર છે.
હું વીલ કરીને જાઉં એટલે પાછળથી બાયડી–છોકરાને વાંધો ન આવે. બધાં ... દીકરાઓને એક એક મકાન કરાવી દઉં, બધી મિલ્કત વ્યવસ્થિત વહેંચી દઉં અથવા એવી રીતે કરું કે હું મરું પછી જ બધાંના હાથમાં આવે, જીવતાં કાંઈ ન મળે....એવી એવી કિંઈક યોજના કરે છે એ બધું અજ્ઞાનીનું અભિમાન છે. પરદ્રવ્યનું થવું, ન થવું એ જીવને આધીન નથી.
હવે આગળ વંદક, પણ આદિ ભેદ પણ જીવના નથી એમ ૮૮મી ગાથામાં કહે છે. આમાં થોડી સૂક્ષ્મ વાત આવશે.
અહીં તો સમ્યગ્દષ્ટિને યોગી કહ્યો છે. તે ભલે ગૃહસ્થાશ્રમમાં હો, સ્ત્રી હો, નપુંસક હો કે નારકી હો પણ સમ્યગ્દષ્ટિ છે તે યોગી છે. તે શું ભાવના ભાવે છે–આત્માને કેવો જાણે છે તે કહે છે. -
અર્થ આત્મા બૌદ્ધનો આચાર્ય નથી એટલે કે વંદક નથી. આત્મા પણ એટલે દિગંબર પણ નથી કેમ કે આ બધાં ભેદો આત્માના નથી. આત્મા શ્વેતાંબર પણ નથી. આત્મા કોઈ પણ વેશધારી નથી અર્થાત્ એકદંડી, ત્રિદંડી, હંસ, પરમહંસ, સંન્યાસી, જટાધારી, મુંડિત, રુદ્રાક્ષની માળા, તિલક, કુલક, ઘોષ વગેરે વેષોમાં કોઈ વેષધારી આત્મા નથી. આત્મા તો એક જ્ઞાનસ્વરૂપ છે તેને ધ્યાની મુનિ ધ્યાનારૂઢ થઈને જાણે છે અને ધ્યાન કરે છે.
જગતમાં અનેક પ્રકારના વેષધારી છે કોઈ એક દંડ રાખનારા “એકદંડી' કોઈ ત્રણ દંડ રાખનારા “ત્રિદંડી', લાલ કપડાધારી પોતાને “હંસ” તરીકે ઓળખાવે છે પણ હંસ તો ખરેખર ચૈતન્યહંસ છે તે કોઈ બાહ્યવેષધારી નથી. બહારથી પીળા કપડા પહેરીને સંન્યાસ લઈ લે તે સંન્યાસી નથી. કોઈ મોટી જટા રાખે છે. કોઈ મુંડન કરાવે છે, કોઈ રૂદ્રાક્ષની માળા રાખે છે તો કોઈ તિલકવાળા હોય છે એ રીતે કુલક અને ઘોષ એવા કોઈ વેષધારી હશે પણ આત્માને એવો કોઈ વેષ હોતો નથી. વેષ તો બધી જડની અવસ્થા છે. આત્મા તો એક જ્ઞાનસ્વરૂપ છે—જાણનાર–દેખનાર છે તે કોઈ વેષને પોતાનો માનતો નથી. પોતાની જ્ઞાનપર્યાયથી આત્મામાં એકાગ્ર થઈને જ્ઞાની પોતાને જ્ઞાનસ્વરૂપ અને પરને પરરૂપ જાણે છે, પરને મારા માનતા નથી. પોતાને જ્ઞાનસ્વરૂપથી અભિન્ન જાણે છે.
ભાવાર્થ-જોકે વ્યવહારનયથી આ આત્મા વંદક આદિ અનેક વેષોને ધારે છે પરંતુ