________________
પ્રવચન-૫૯ ]
[ ૩૮૧
હેતુ કહ્યો છે કેમકે મિથ્યાર્દષ્ટિ ક્ષણે ને પળે વિકલ્પ, રાગ અને પરના અભિમાનમાં જ મસ્ત થઈને પડ્યો હોય છે. જે વસ્તુ પોતાની નથી તેને પોતાની માનીને દરેક સમયે સ્વભાવનો અનાદર કરે છે તેથી જ મિથ્યાર્દષ્ટિને અનંત સંસારની વૃદ્ધિ થાય છે.
આત્મા વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનથી જ વેદાય એવી એ ચીજ છે. પુણ્ય-પાપભાવથી ભિન્ન વીતરાગ સ્વરૂપની દૃષ્ટિ તે વીતરાગ સ્વસંવેદન જ્ઞાન છે; એ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનથી રહિત મિથ્યાર્દષ્ટિ સ્ત્રી, પુરુષાદિ લિંગ અને વર્ણાદિ ભેદને પોતાના માને છે. જે પોતાના નથી એને પોતાના માને છે અને પોતાનું સ્વરૂપ જે છે તેને ઓળખતો નથી એ જ મિથ્યાર્દષ્ટિની મોટી ભૂલ છે. જ્ઞાની અને અજ્ઞાની મિથ્યાર્દષ્ટિની દૃષ્ટિમાં જ મોટો ફેર છે. અજ્ઞાનીની દૃષ્ટિ જે પોતાના સ્વરૂપમાં નથી એવા ભાવોને પોતાના માને છે. એ મોટો ભ્રમ છે—તેમાં જ મહા મિથ્યાત્વ સેવાય છે. જ્ઞાની તો જે પોતાના સ્વરૂપમાં નથી તેને પોતાના માનતાં નથી માટે તેની દૃષ્ટિ યથાર્થ છે.
જ્ઞાની જાણે છે કે ‘હું શાનસ્વરૂપ છું–જાણનાર–દેખનાર છું,' શરીર, લિંગ આદિના ભેદો બધાં પરરૂપે છે, મારારૂપે નથી. ગૃહસ્થાશ્રમમાં રહેલાં સમ્યગ્દષ્ટિ પણ આમ જાણે છે કે મારે અને પુણ્ય–પાપના વિકલ્પ ઊઠે છે તેને કાંઈ સંબંધ નથી, એ તો પરશેય છે, સ્વજ્ઞેયથી ભિન્ન છે માટે પરશેય છે અને શરીરના રંગ, લિંગ આદિ ભેદો તો જડના છે, મારાથી તદ્દન જુદાં છે.
આ શરીરને હું આમ રાખીશ, સ્ત્રી, પુત્રાદિને આમ રાખીશ, નોકરને પણ સારી રીતે રાખીશ, મકાન સંભાળીને રાખીશ...એવી જેની માન્યતા છે તે આખી દુનિયાને અનુકૂળ રાખવાની અભિલાષા રાખે છે. થોડા ઘણાં સંબંધવાળાને અનુકૂળ રાખવાની ઇચ્છા છે તેને સંબંધ વિનાના પદાર્થોને પણ વ્યવસ્થિત રાખવાની ભાવના અંદરમાં પડી જ છે, તેની દૃષ્ટિમાં મોટી મહાન વિપરીતતા છે: અજ્ઞાનીની કલ્પનાનો કોઈ પાર હોતો નની. પૈસા આમ મૂકીશ, તેનું જેમ બને તેમ વધારે વ્યાજ ઉપજાવીશ, પછી આમ આગળ વધીશ, બીજાને રસ્તો બતાવીશ, ભવિષ્યમાં આમ કરીશ, પોતાને ન ગમતો હોય એ વ્યક્તિ મી જાય તો મને ઠીક પડશે, ગમતી વ્યક્તિ લાંબો કાળ જીવે તો સારૂં વગેરે અનેક પ્રકારે કલ્પનાના ઘોડા અજ્ઞાની દોડાવતો હોય છે પણ તે બધું ધૂળ-ધાણી થવાનું છે, પોતાની કલ્પના અનુસાર જગતના પદાર્થો પરિણમતા નથી તેથી મફતનો દુ:ખી થાય છે. પોતે પોતાની કલ્પનાથી જ ખરેખર દુ:ખી થાય છે.
આપણે હામ, દાન ને ઠામ ત્રણેય છે તેથી મરતાં સુધી કાંઈ વાંધો નથી પછી ગોલણ ગાડી ભલે ભરે...બહેનો તો સાથે બેસીને એવી જ વાતો કરતી હોય કે બીજાને પોતાના કરવા એ આપણા હાથની વાત છે, આવડત જોઈએ....વગેરે ડાહી ડાહી વાતો કરીને પોતાને ડાહી માનતી હોય પણ ભગવાન કહે છે એ મૂઢ છે. પ૨ને પોતાના કરવા