________________
360 ]
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો હવે બ્રાહ્મણાદિ વર્ણ આત્માના નથી એમ શાની જાણે છે.
આત્મા બ્રાહ્મણ નથી, આત્મા વાણિયો વેપારી નથી, આત્મા ક્ષત્રિય નથી અને આત્મા શુદ્ર કે ચાંડાલ આદિ વર્ણરૂપ નથી. આત્મા સ્ત્રી, પુરુષ કે નપુંસકલિંગવાળો પણ નથી. એ લિંગો તો શરીરના છે, આત્મા તેનાથી ભિન્ન છે. અજ્ઞાની માને છે કે હું સ્ત્રી અથવા પુરુષ છું પણ જ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા આ વર્ણ તથા લિંગાદિને પોતાથી ભિન્ન જાણે છે. વર્ણ, લિંગ આદિ અવસ્થા છે ખરી પણ મારામાં નથી એમ જ્ઞાની જાણે છે.
ચોથા ગુણસ્થાનથી માંડીને બધાં સમ્યગ્દષ્ટિની આ વાત છે. ચોથા ગુણસ્થાને તો સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી હોય તો બહારમાં રાજપાટ, ૯૬ હજાર રાણી વગેરે બધાંનો સંયોગ દેખાય પણ તે કોઈને ધર્મી પોતાના માનતા નથી. એ તો જાણે છે કે રાગનો એક વિકલ્પ પણ મારી ચીજ નથી તો સ્થૂળ વસ્તુ તો મારી ક્યાંથી હોય ! હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું. મારા હોવાપણામાં તો જ્ઞાન ને આનંદ છે. આ વર્ણો અને લિંગો આદિ કાંઈ મારા હોવાપણામાં નથી.
જ્ઞાનસ્વરૂપ થયા થકા જ્ઞાની સમસ્ત વસ્તુઓને જ્ઞાનથી જાણે છે.
ભાવાર્થ જે બ્રાહ્મણાદિ વર્ણભેદ છે અને પુરુષલિંગાદિ લિંગભેદ છે તે જો કે વ્યવહારનયથી દેહના સંબંધથી જીવના કહેવામાં આવે છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી આત્માથી ભિન્ન છે. તેથી જ્ઞાનસ્વરૂપે રહેલાં જ્ઞાની જીવો એ પરવસ્તુને પોતાથી તદ્દન ભિન્ન જાણે છે. સાક્ષાત્ ત્યાગવાયોગ્ય છે—મારા માનવાયોગ્ય નથી એમ જાણે છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી રહિત મિથ્યાષ્ટિ જીવ જેને પોતાના જાણે છે તેને જ મિથ્યાત્વથી રહિત સમ્યગ્દષ્ટિ જીવ પોતાના માનતા નથી. સાક્ષાત એટલે તદન જુદાં છે એમ જાણે છે તેથી જ્ઞાની તેને દષ્ટિમાંથી ત્યાગવાયોગ્ય માને છે. સંયોગમાંથી કાંઈ છૂટી શકતાં નથી પણ દૃષ્ટિમાં તેને પોતાના માનતા નથી. -
- પુણ્ય-પાપના વિકલ્પથી રહિત એવા ચૈતન્યસ્વરૂપની નિર્વિકલ્પ સમાધિની દૃષ્ટિથી સમકિતી જીવ આ કોઈ ભાવોને પોતામાં જોડતો નથી, પોતાના માનતો નથી. પણ ચૈતન્યસ્વરૂપના ભાર વિનાનો મિથ્યાદેષ્ટિ તો આ સ્ત્રી, પુરુષાદિ લિંગો અને બ્રાહ્મણાદિ જાતિ મારી જ છે એમ માને છે.
કોઈ પૂછતું હતું કે ભગવાને સમકિતીને બહુ છૂટ આપી દીધી છે લડાઈ લડે, રાજપાટમાં રહે છતાં સમકિતીને બંધ નથી?–ભાઈ ! ભગવાને સમકિતીને કાંઈ છૂટ આપી નથી પણ સમકિતીનું સ્વરૂપ જ એવું છે કે તેને બધી ચીજોથી દરેક સમયે ભેદજ્ઞાન જ વર્તતું હોય છે તેથી તેને બંધ નથી. એ સદાય “હું જ્ઞાનસ્વરૂપ છું” એમ ભાવે છે તેથી તો સમ્યગ્દષ્ટિના ભોગને પણ નિર્જરાનો હેતુ કહ્યો છે અને મિથ્યાષ્ટિના ત્યાગને મિથ્યાત્વનો