________________
શુદ્ધનિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવનું સ્વરૂપ નથી
(સળંગ પ્રવચન નં. ૫૯) आत्मा गौरः कृष्णः नापि आत्मा रक्तः न भवति । आत्मा सूक्ष्मोऽपि स्थूलः नापि ज्ञानी ज्ञानेन पश्यति ॥८६॥ आत्मा ब्राह्मणः वैश्यः नापि नापि क्षत्रियः नापि शेषः । पुरुषः नपुंसकः स्त्री नापि ज्ञानी मनुते अशेषम् ।।७।। आत्मा वन्दकः क्षपणः नापि आत्मा गुरवः न भवति ।
आत्मा लिङ्गी एकः नापि ज्ञानी जानाति योगी ॥८॥ આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેમાં પ્રથમ અધિકારની ૮૫મી ગાથામાં સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ કહ્યું હતું તે અનુસાર સમ્યગ્દષ્ટિ થઈને મિથ્યાત્વની ભાવનાથી વિપરીત ભેદવિજ્ઞાનની ભાવના કરે છે તે ભેદવિજ્ઞાન–ભાવના અહીં ક્રમથી સાત ગાથામાં આચાર્યદેવ કહેશે. મિથ્યાદેષ્ટિ પોતેને “હું કાળો છું, ધોળો છું, બ્રાહ્મણ છું' એમ ભાવતો હતો તેનાથી વિપરીત સમ્યગ્દષ્ટિ “હું કાળો, ધોળો કે બ્રાહ્મણાદિ રૂપ નથી' એમ ભાવે છે. તેમાં પ્રથમ ૮૬મી ગાથામાં શું કહે છે!–
આ ભેદવિજ્ઞાનની ભાવના છે. આત્માના જ્ઞાનસ્વરૂપનું ભાન થતાં ધર્મી પોતાને “હું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છું” એમ ભાવે છે. હું જાણનાર–દેખનાર અરૂપી આત્મદ્રવ્ય છું એમ જાણતાં જ્ઞાની “હું કાળો છું કે હું સફેદ છું કે લાલ છું” એવા રંગવાળો પોતાને માનતા નથી. શરીર સ્થૂળ હોય કે સૂક્ષ્મ અથવા નબળું હોય તેથી હું ધૂળ કે નબળો નથી હું તો જ્ઞાનસ્વરૂપ છું. એમ અસ્તિ અને નાસ્તિ બંને વડે ધર્મી પોતાના સ્વરૂપની ભાવના કરે છે.
વ્યવહારથી અથવા નિમિત્ત સંબંધથી આત્માને ગોરા, કાળા શરીરવાળો અને જાડા-પાતળા શરીરવાળો કહેવાય છે પણ આત્મા કાંઈ ખરેખર પોતે ગોરે કે કાળો નથી, જાડો કે પાતળો નથી. શુદ્ધનિશ્ચયનયથી જોઈએ તો એ બધું આત્માથી જુદું છે, એ તો કર્મજનિત છે-કર્મના ઉદયના નિમિત્તે થયેલી અવસ્થા છે. જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધાત્માની દષ્ટિએ જોઈએ તો એ બધું કર્યજનિત હોવાથી હેય છે—દૃષ્ટિમાં હેય કરવા લાયક છે–ત્યાગવા યોગ્ય છે.
જે વિતરાગ સ્વસંવેદનશાની છે તે નિજ શુદ્ધાત્મતત્ત્વમાં આ ધર્મોને-કાળા-ગોરા કે કુશ ધૂલ આદિ શરીરના ધર્મોને પોતામાં જોડતો નથી તેની સાથે સંબંધ કરતો નથી, તેને પોતાથી તદ્દન ભિન્ન જાણે છે. આ સમ્યગ્દષ્ટિની ભેદવિજ્ઞાનની ભાવના છે.