________________
પ્રવચન-૧૬)
/ ૮૧
પવનભેદ નથી, ગારુડમુદ્રા આદિ પણ નથી. સ્વભાવમાંથી જ સ્વભાવનું સાધન પ્રગટ થાય છે. બહારમાં ક્યાંય સ્વભાવનું સાધન નથી.
દ્રવ્યાર્થિકનયથી અવિનાશી તથા અનંત જ્ઞાનાદિ ગુણરૂપ આવો પરમાત્મદેવ જાણો. અન્યને તમે પરમાત્મા ન જાણો.
અતીન્દ્રિય આત્મિકરસના આસ્વાદથી જિલ્લા ઇન્દ્રિયનો રસ વિપરીત છે. માટે તે પ્રભાકર ! તું જિહ્વા ઇન્દ્રિયના વિષયનો મોહ છોડી અતીન્દ્રિય આનંદનો અનુભવ કર. એ અતીન્દ્રિય આનંદની પર્યાય જ આત્માને સાધે છે.
ભગવાન આત્માનો શુદ્ધ સ્વભાવ નિર્મોહ છે. જેમાં પર તરફની સાવધાનીરૂપ વિકલ્પનો ત્રિકાળ અભાવ છે એવા નિર્મોહ સ્વભાવથી વિપરીત મોહભાવને છોડીને તે શિષ્ય ! તું સ્વરૂપની સાવધાનીથી આત્માનો અનુભવ કર. ભગવાન આત્મા વિતરાગ અકષાય શાંતરસની શીતળ...શીતળ શિલા છે અને મોહ છે તે આકુળતાની અગ્નિ છે, તેને છોડી તું શીતળ સ્વભાવનો અનુભવ કર. બરફ જેમ શીતળતાની શિલા છે તેમ ભગવાન આત્મા શાંત શીતળરસની ધ્રુવ શિલા છે.
કેવો છે ભગવાન આત્મા? રાગ રહિત વીતરાગ સહજ પરમ સમરસી સ્વભાવરૂપ છે. સમતા...સમતાનો પિંડ છે. તીર્થકરગોત્રને યોગ્ય શુભવિકલ્પનો અંશે પણ જેમાં નથી. જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય એ ભાવ પણ કષાયની જ્વાળા છે. તેનો સમતાસ્વભાવી આત્મામાં અભાવ છે તેથી રાગના અવલંબન વડે વીતરાગસ્વભાવની સાધના થઈ શકતી નથી.
સમતા એટલે અરાગ–અદ્વેષ–વીતરાગ સમરસ સ્વભાવનો શાંતરસ વડે અનુભવ કરવો તેશાંતરસથી ત્રિકાળ શાંતરસનો અનુભવ કર. વિકલ્પ છે એ તો અશાંતિ છે.
મન, વચન, કાયાથી ભોગનું કરવું. કરાવવું અને અનુમોદવું એ નવ પ્રકારના કશીલને છોડી, નિર્વિકલ્પ સમાધિના ઘાતક મનના સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરી, હે પ્રભાકર ! તું શુદ્ધાત્માનો અનુભવ કર.
નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ આત્માની સાધના નિર્વિકલ્પ સમાધિ વડે જ થાય છે. તેમાં મનના સંકલ્પ-વિકલ્પ સમાધિના ઘાતક છે માટે તેનો ત્યાગ કર. વ્યવહારનયથી દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામને આત્માના સાધક કહ્યાં છે એ માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. જે ખરેખર બાધક છે તેને સાધક કહે એ વ્યવહારનયનું લક્ષણ છે.
વ્યવહારથી નિશ્ચય થાય. ભગવાનની ભક્તિ કરતાં કરતાં સમ્યગ્દર્શન થઈ જશે, પરમાત્માના દર્શન કરવાથી અને મહાવ્રત પાળવાથી ચારિત્ર થઈ જશે એ બધી વાતો છોડી દે ભાઈ ! વિકલ્પ તો ધર્મની પર્યાયનો ઘાતક છે. સ્વભાવની દૃષ્ટિની ભૂમિકામાં ધર્મીને