________________
૮૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
પરમાત્મા કેવા છે ? પરમાત્માની વાણી શું કહે છે ?—એવા બધાં વ્યવહારના વિકલ્પો જરૂર આવે છે પણ તે ધર્મ નથી, તેને ધર્મ કહેવો તે વ્યવહાર છે.
વ્યવહારને જેમ છે તેમ જાણવામાં દોષ નથી. આખા લોકાલોકને જાણવો એ તો વ્યવહાર છે માટે જ્ઞાન થાય છે
જીવનો સ્વ-પપ્રકાશક સ્વભાવ છે. પણ લોકાલોક છે, એમ નથી. જ્ઞાન કરવું તે જીવનો પોતાનો સ્વભાવ છે.
અહીં તો માખણની—તત્ત્વની વાત કહેવાય છે.
ભગવાન આત્માની અંતર અનુભૂતિની ગુફામાં જઈને તેનો અનુભવ કર, સંકલ્પ વિકલ્પનો ત્યાગ કર. આ જ વાત બીજી જગ્યાએ પણ કહી છે કે ઇન્દ્રિયોમાં જીભ પ્રબળ હોય છે, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોમાં મોહ કર્મ બળવાન હોય છે, પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્યવ્રત પ્રબળ છે અને ત્રણ ગુપ્તિઓમાંથી મનોગુપ્તિ પાળવી કઠણ છે, આ ચાર વાતો મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે.
આગળ આવ્યું ને, જિહ્વાઇન્દ્રિયના રસને છોડ, પર તરફના ઝુકાવરૂપ મોહને છોડ. આ છોડવું કઠિન છે પણ અશક્ય નથી. મોહ અને ઇન્દ્રિયોના રસને છોડી સ્વભાવને 2 સાધવો તેમાં મહાન અનંત પુરુષાર્થ છે.
અરે, દુનિયા રાડ નાંખે છે કે ભગવાનની દિવ્યધ્વનિથી આત્માનું જ્ઞાન ન થાય? જિનવાણીથી આત્મજ્ઞાન ન થાય ? ન થાય એમ કહેનારા જૈન નથી. તો અહીં કહે છે કે જિનવાણીથી આત્મજ્ઞાન થાય એમ માનનારા જૈન નથી. દિવ્યધ્વનિથી આત્મા અગોચર છે' આ સોનગઢવાળાની નહિ પણ અનંત તીર્થંકરોની કહેલી વાત છે.
આત્માનું સ્વરૂપ, વેદ એટલે ભગવાનની દિવ્યધ્વનિ, શાસ્ત્ર એટલે મુનિની વાણી અને ઇન્દ્રિયાદિ પરદ્રવ્યથી અગોચર છે. એક વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં જ આત્માનું સ્વરૂપ ગોચર છે—પ્રત્યક્ષ થાય છે. આ યોગીન્દ્રદેવ પરમાત્મપ્રકાશમાં કહી ગયા છે કે આત્મા ભગવાનની દિવ્યધ્વનિનો વિષય નથી. આ વાત કાંઈ ગુપ્ત રાખવા માટે નથી કહી ગયા. દિવ્યધ્વનિથી આત્મા પ્રાપ્ત થતો નથી માટે દિવ્યધ્વનિ જ ન સાંભળવી એમ ન હોય. જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિરતા ન થાય ત્યાં સુધી ભગવાનની વાણી સાંભળવાનો વિકલ્પ ગણધરને પણ આવે છે તો બીજા કોને ન આવે? પણ તે વાણી અને વિકલ્પનો આત્મા વિષય નથી. એ નિશ્ચય છે.
વાણી સાંભળવાના લક્ષથી, સમજવાના વિકલ્પથી આત્મા પ્રાપ્ત ન થાય. ભગવાન આત્માર્ના ધ્યાનથી આત્મા પ્રત્યક્ષ થાય. જીવોને આત્માના સ્વરૂપની તો ખબર નથી પણ તે કઈ રીતે પર્યાયમાં પ્રાપ્ત થાય તે પણ ખબર નથી.
મુમુક્ષુ :—આત્મા એવો ગુપ્તરૂપ છે કે પકડાતો નથી.