________________
પ્રવચન-૧૨ )
[ ૮૩ પૂજ્ય ગુરુદેવશ્રી :–ગુપ્તરૂપ પણ છે કે નહિ? વિદ્યમાન છે કે અવિદ્યમાન? છતો છે કે અછતો? અરૂપી છતાં મહાન આનંદકંદનું અસ્તિત્વ છે. તે કેમ પ્રાપ્ત ન થાય? થાય જ.
ભગવાનની વાણીથી આત્મા ગમ્ય થતો નથી. સ્વસંવેદન જ્ઞાનમાં આત્મા ગમ્ય થાય છે. સમયસારના પહેલાં કળશમાં કહ્યું કે, “સ્વાનુભૂત્યાચકાસતે'. પોતાની નિર્મળ સ્વસંવેદનરૂપ અનુભૂતિમાં આત્મા પ્રગટ થાય છે અનુભવમાં આવે છે. સમવસરણમાં તો આ જીવ અનંતવાર જઈ આવ્યો, સાક્ષાત્ ભગવાનની વાણી અનંતવાર સાંભળી–પરસત્તાવલંબી જ્ઞાનમાં ભગવાનની વાણી ગ્રહણ કરી પણ આત્મજ્ઞાન ન થયું. શું આત્મા એટલો પરાધીન છે કે પરદ્રવ્યથી સ્વદ્રવ્યને જાણે? શું સ્વભાવમાં એવી કોઈ યોગ્યતા છે કે પરદ્રવ્યની (સહાયતાથી પોતાને જાણે ? નહિ..નહિ. સ્વપર્યાયથી જ સ્વને જાણે એવી તાકાતવાળો આત્મા છે.
સિદ્ધગિરિથી તો શું પણ સાક્ષાત્ સિદ્ધના લક્ષથી પણ આત્માનું જ્ઞાન ન થાય. પરદ્રવ્યથી નહિ, પરદ્રવ્ય તરફના વિકલ્પથી નહિ અને પરલક્ષી ક્ષયોપશમજ્ઞાનથી પણ આત્મજ્ઞાન કદી થતું નથી. સમ્મદશિખર પોતાનો આત્મા છે. સમ્મદશિખરના શિખર ઉપર અનંતા તીર્થકરો ધ્યાન કરીને મુક્તિ પામે છે ને ! આત્માના ધ્રુવ શિખર ઉપર ધ્યાન કરીને આત્મા પરમાત્મા થાય છે. આત્મા જ ખરો સર્મેદશિખર છે.
લોકો આવું સાંભળીને પોકાર કરે છે પણ અરે પ્રભુ, તું પોકાર કરીને તારી પામરતાને પ્રસિદ્ધ ન કર. તારી પ્રભુતાને પ્રસિદ્ધ કર ને ! હું પરના અવલંબનથી જણાઉં * તેવો નથી. હું મારાથી મને જણાઉં એવો છું એમ નક્કી કર.