________________
o 7
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
મદદગાર નથી તેમ, વ્યવહાર વિકલ્પો હોય છે ખરાં પણ ધર્મીને સ્વરૂપના સાધનમાં તે વિકલ્પો સહાયક નથી.
પ્રશ્નઃ—વ્યવહારને પરંપરાકારણ કહ્યો છે ને?
પૂજ્ય ગુરુદેવશ્રી :—તે વ્યવહારના વિકલ્પને છોડે ત્યારે નિર્વિકલ્પ થાય છે એટલે પરંપરા કારણ કહ્યું પણ તે બિલકુલ મદદગાર નથી. નિર્વિકલ્પ શાંતિની પર્યાય જ સ્વભાવનું સાધન છે. લોકોને આ એકાંત લાગે પણ એકાંત થયા વગર તારી પ્રાપ્તિ તને નહિ થાય ભાઈ !
પ્રભુ ! તું ક્યા ગુણે કે શક્તિએ અધૂરો છો ? તું તો અનંત ગુણે પૂરો...પૂરો પરમાત્મા છો. તારો ગર્ભમાં અનંતા પરમાત્મા બિરાજે છે.
પ્રશ્ન : એક આત્મામાં અનંત પરમાત્મા કેવી રીતે પ્રભુ ?
પૂજ્ય ગુરુદેવશ્રી :—પ્રભુ ! તારામાં અનંતી સિદ્ધપર્યાયની ખાણ છે. અનાદિ શાંત સંસારની જેટલી પર્યાય છે તેનાથી અનંતગુણી સાદિ અનંત સિદ્ધ પર્યાય તારા ધ્રુવ સત્ત્વમાં પડી છે. રાગની ખાણ તારામાં નથી. તારામાં તો સિદ્ધદશાની ખાણ છે.
અહીં કહે છે કે અક્ષરોની રચના કરીને યંત્ર બનાવે છે ને! એ યંત્ર આદિ દ્રવ્યસ્વભાવમાં તો નથી પણ સ્વભાવના સાધનમાં પણ નથી. સ્વભાવની પરિણતિથી જ સ્વભાવનો પત્તો લાગે છે. લાખ–કરોડ મંત્ર જપવાથી પણ સ્વભાવનો પત્તો ન લાગે.
સ્વના જ્ઞાન સાથે પરનું જ્ઞાન પણ પ્રગટ થાય છે એટલે સ્વ-૫૨ પ્રકાશક જ્ઞાનમાં આ બધાં વ્યવહારસાધનો જાણવાલાયક છે પણ આશ્રય કરવા લાયક નથી. ધર્મીને રાગાદિ વ્યવહારનું જ્ઞાન બરાબર થાય પણ તેને સ્વભાવનું સાધન ન માને. જેને વ્યવહાર સાધનની મહિમા છે તેને દ્રવ્યની અને નિર્મળ પર્યાયની મહિમા જ આવી નથી. તેને ચૈતન્યપ્રભુની
મહિમા જ નથી.
એક સમયની જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યનો નિર્ણય કરવાની તાકાત છે. પણ એ પર્યાય જેવડું જ દ્રવ્ય નથી. છ દ્રવ્યનું પણ યથાર્થ જ્ઞાન ક્યારે કહેવાય ? કે જ્યારે પોતે જીવદ્રવ્ય પોતાના જ્ઞાનથી જ્ઞાનનું સ્વસંવેદન કરે ત્યારે તેના સ્વપપ્રકાશકશાનમાં છ દ્રવ્ય સહેજે જણાય ત્યારે તેને જાણ્યા કહેવાય. (સ્વના જ્ઞાન વગર પરનું જ્ઞાન પણ યથાર્થ
નથી.)
અરે ! નિજ પરમાત્માની શું નિધિ છે અને શું એની મહિમા છે એ વાત પણ આ જીવે કદી પ્રીતિથી સાંભળી નથી.
સ્વભાવમાં એક વિકલ્પ માત્રનો પણ અભાવ છે. સ્વભાવમાં તો વિકલ્પ નથી પણ સ્વભાવના સાધનરૂપ નિર્વિકલ્પ પર્યાયમાં પણ તેનો અભાવ છે. યંત્ર, મંત્ર, જલમંડલ આદિ