________________
પ્રવચન-૧૫ ]
[ ૭૯
નિર્વિકલ્પ સમાધિમાં અનુભવમાં આવે છે. બહારથી રાગની મંદતા કરવાથી કે દયા, દાન, ભક્તિના પરિણામથી શાંતિનો અનુભવ થાય તેમ નથી.
યોગીન્દ્રદેવ સંત, મહંત વનવાસી દિગંબર મુનિ હતાં તેમણે આ પરમાત્મપ્રકાશ બનાવ્યું છે. તેમાં પોતાના પ્રભાકર ભટ્ટ શિષ્યને કહે છે કે પ્રભાકર ! તારું પૂર્ણ પરમાત્મસ્વરૂપ તારી પાસે જ છે. તેનું લક્ષ કરવાથી તે તને પ્રાપ્ત થશે. શક્તિરૂપ નિર્દોષ નિજ પરમ શુદ્ધ પરમાત્માનું ધ્યાન કરવાથી જ શક્તિમાંથી પૂર્ણ પરમાત્માની વ્યક્તિ પ્રગટતા પ્રસિદ્ધતા
થાય છે.
આવા શિવસ્વરૂપ નિજાનંદમૂર્તિને જ તમે નિરંજન પરમાત્મા જાણો. અન્ય કોઈ ઇશ્વર દ્વારા બનાવેલો નિરંજન નથી. અજ્ઞાનીઓએ કલ્પી લીધું છે કે કોઈ નિરંજનદેવ છે તેની આ બધી લીલા છે એ વાત છે જ નહિ.
જે ત્રિકાળ જ્ઞાન, દર્શન સ્વભાવવાળો છે તેને જ નિરંજન કહેવાય છે. બીજો કોઈ જગતનો કર્તા-હર્તા નિરંજન નથી. જેને રાગાદિ મેલનો સ્પર્શ નથી, કર્મરૂપી અંજન નથી એવો નિજ નિરંજનદેવ—શુદ્ધાત્મા જ ઉપાદેય છે. તેનો અનુભવ કરી તું શાંતિને પ્રાપ્ત થા ! બીજો કોઈ શાંતિનો ઉપાય નથી.
હવે, શાસ્ત્રમાં જે ધારણા, ધ્યેય, યંત્ર, મંત્ર, મંડલ, મુદ્રા આદિ વ્યવહારધ્યાનના વિષયો કહ્યાં છે તે બધાં ધ્યાનો નિર્દોષ પરમાત્માની આરાધનારૂપ ધ્યાનમાં નિષેધ છે એમ કહે છે.
વ્યવહારશાસ્ત્રોમાં એમ આવે કે પહેલાં આમ ચિંતવન કરવું, ભગવાનની પ્રતિમા લક્ષમાં લેવી, તેને ભગવાન જાણવા એવો બધો જે વ્યવહાર કહ્યો છે તે વસ્તુના સ્વરૂપમાં નથી અને તેના સાધનમાં પણ આવો વ્યવહાર નથી. નિજ પરમાત્માની આરાધનારૂપ ધ્યાન વ્યવહાર સાધનથી થતું નથી. અશુભભાવથી છૂટી શુભભાવમાં આવવા માટે એ બધા વ્યવહાર સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે પણ આત્માની આરાધનામાં તે બિલકુલ સાધન નથી. વિકલ્પથી પ્રાપ્ત થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. વ્યવહાર સાધન પરમાર્થમાં કામ કરતું નથી.
અંતર આત્માના ધ્યાન કાળે કુંભક આદિ વાયુધારણા ન હોય, જિનમંદિર, જિનપ્રતિમા આદિનું ચિંતવન ન હોય, તો પ્રશ્ન થાય કે જિનમંદિર, પ્રતિમા, સમવસરણ આદિ શેના માટે છે ?—તે બધું તેના કારણે છે. ધર્મીને શુભભાવ આવે ત્યારે તેના તરફ લક્ષ જાય છે પણ નિર્વિકલ્પ ધ્યાનકાળે તેનું લક્ષ પણ ન હોય સ્વભાવના સાધનમાં પરદ્રવ્ય સહાયક
ન થાય.
જેમ, આત્મા સિવાય બીજા દ્રવ્યો છે ખરા પણ તે આત્માને સ્વરૂપના સાધનમાં