________________
અનંતા તીર્થકરોએ કહેલી વાત
(સળંગ પ્રવચન નં. ૧૫) यस्य न वर्णो न गन्धो रसः यस्य न शब्दो न स्पर्शः । यस्य न जन्म मरणं नापि नाम निरञ्जनस्तस्य ॥१६॥ यस्य न क्रोधो न मोहो मदः यस्य न माया न मानः । यस्य न स्थानं न ध्यानं जीव तमेव निरञ्जनं जानीहि ॥२०॥ अस्ति न पुण्यं न पापं यस्य अस्ति न हर्षो विषादः । अस्ति न एकोऽपि दोषो यस्य स एव निरजनो भावः ॥२१॥ त्रिकलम् । यस्य न धारणा ध्येयं नापि यस्य न यन्त्रं न मन्त्रः । यस्य न मण्डलं मुद्रा नापि तं मन्यस्व देवमनन्तम् ॥२२॥
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર ચાલે છે. આ ૧૯ થી ૨૧ ગાથાના ભાવાર્થમાં મુનિરાજ કહે છે કે ભગવાન આત્મા, દેહ, મન, વાણી, પુણ્ય–પાપના વિકલ્પ, કર્મ આદિથી રહિત છે. એવા નિજ શુદ્ધાત્માનું સ્વરૂપ ખ્યાલમાં લઈને, વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને તેનો અનુભવ કર !
પૂર્ણ શુદ્ધ અનંત ગુણનો પિંડ એવો નિજ શુદ્ધાત્મા રાગાદિ વિકલ્પો અને મનથી રહિત છે. એવા પોતાના આત્માનું પરિજ્ઞાન કરીને—ખ્યાલમાં લઈને પછી નિર્વિકલ્પ સમાધિમાં અનુભવ કર.
પ્રથમ, સત્સમાગમપૂર્વક શાસ્વાધ્યાય વડે શુદ્ધ આત્માનું પરિજ્ઞાન કર કે મારો શુદ્ધ આત્મા શરીર, વાણી, મન, કર્મ તથા રાગાદિ વિકલ્પોથી તદ્ન ભિન્ન પરિપૂર્ણ શુદ્ધ છે. એવું જ્ઞાન કર્યા પછી શું કરવું? –પછી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને આત્માના ગર્ભમાં પડેલાં અનંત અતીન્દ્રિય આનંદનો અનુભવ કર.
ભગવાન આત્મા વીતરાગ નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાનનો જ વિષય છે, રાગમાં તે જણાતો નથી. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં જ તેનો અનુભવ થાય છે. સંસારથી તદ્દન નિરાળુ તત્ત્વ છે, તેને સત્સમાગમ વડે પ્રથમ લક્ષમાં લઈને–ખ્યાલમાં લઈને પછી અરાગી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તેનું ધ્યાન કરે તો જ તેને નિજ આત્માનો અનુભવ થશે. બીજી કોઈ રીતે નહિ થાય.
શાંતિ દ્વારા શાંતિનો અનુભવ થાય તેમ છે. વીતરાગી પરમ શાંતિ, વીતરાગ